કચ્છમાં રસી-ઉત્સવથી ફોટા પડાવી રાજી થઈ જનારા સસ્તીપ્રસિદ્ધ ભુખ્યાઓને તીખી ટકોર

  • હાય રે..રાજકીય લીંબડજશવેળા..ઃ રાજકિય તાયફાબાજી-ત્રાગા બંધ કરો.બંધ..!

કચ્છીમાડુઓની સહનશકિતની ન કરો હવે કસોટી..! : રેમડેશીવર ઈન્જેકશનની અછત બની રહી છે ઘાતક

સરકારી-ખાનગી હોસ્પિટલના બેડ ફુલ થઈ ગયા, સ્મશાનગૃહો ઉભરાવવાના શરૂ થઈ ગયા, દર્દીઓને સારવાર ઝાડ નીચે ઓટલા પર આપવાની પડી રહી છે ફરજ, દવાઓ-ઓકસિજન-વેન્ટીલેટર અને ઈન્જેકશનની છે મોટી અછત છતાં હજુય ઉત્સવો-ઉજવી રાજકીય તાયબાબાજીઓમાં જ ઝભ્ભાલેંગાધારીઓ પડયા છે રટ્ટ : ધ્યાન રાખજો..ઈન્જેકશનની અછતથી જે લોકોના મોત થાય છે તેવા દર્દીઓના સગાઓનો આક્રોશ હવે ટીકાઉત્સવના તાયફાના સ્થળે જ છાજીયાઓ લઈને તમારી સામે ફુટી નીકળે તો નવાી નવાહઈ નહી કહેવાય…!

ટીકા ઉત્સવમાં ઈસ્ત્રીછાપ ઝભ્ભા-લેંગા પહેરીને પહોચી જનારાઓ દવા-ઓકસીજન-વેન્ટીલેટર- અને રેમડેશીવર ઈન્જેકશનની અછત માટે હજુ સુધી કયા અને કેટલી વખત કરીદેખાડી રજુઆત ? કેમ આવા વિષયો પર આ તમામના મોઢે લાગી ગયા છે ડુચ્ચા..! : કોરોનાની દેખરેખર માટે સરકારે રાજયભરમાં અલગ અલગ જિલ્લાઓમા રર આઈએએસની કરી છે નિમણુંક, કચ્છમાં આવા અધિકારી નથી ફળવાય તે માટે સ્થાનિકના કયા રાજકારણીએ સેવી છે ચિંતા..?

રેમડેસીવર ઈન્જેકશન માટે કલાકો સુધી ઉભા રહેતા દર્દીઓના સગાઓની લાઈનો નથી દેખાતી ? કે, ટીકા ઉત્સવ ઉજવવા નીકળી પડ્યા છે…! : મતદારોએ ખોબે ખોબે મત આપ્યા છે હવે કંઈક તો લાજ શરમ રાખો… : ૪ર ડીગ્રીના ધોમધખતા તાપમાં આટલી મોટી લાઈનમાં કોઈ મજા કરવા નથી ઉભા રહેતા કે પછી ધર્માદાના મફતમાં વિતરણ થતા રાશનની લાલચમાં દશ દશ કલાક ઉભા રહેતા…! : સગાઓના જીવ બચાવવા સંજીવની રૂપ રેમડેસીવર ઈન્જેકશનની અછત કોઈપણ કાળે ન ચાલવી શકાય

જ્યાં જ્યાં ટીકા ઉત્સવોના તાયફા થાય છે ત્યાં ત્યાં જ હવે દેખાવો કરીને કોરોનાથી મોત નીપજનારાઓના સંધંબીઓ
છાજીયા લે તો જ આ ઝભા લેંગાવાળાઓની શાન ઠેકાણે આવશે

ગાંધીધામ : કોરોનાની મહામારી કચ્છમાં પણ અજગરી ભરડો ફેલાવી રહી છે. પાછલા છ માસના રેકોર્ડબ્રેક કેસનો આંક ર૪ કલાકનો કચ્છમાં પણ નોધાઈ જવા પામી ગયો છે.અહી પણ આરોગ્ય માળખુ જાણે કે વામળુ અને ટુકું જ પુરવાર થવા પામી રહ્યુ હોય તેવી સ્થીતી વર્તાય છે અને રાજયભરની સાથે કચ્છમાં પણ રેમડેશીવર ઈન્જેકશનની મોટાપાયે કુદરતી કે કૃત્રિમ અછત જોવા મળી રહી છે. અહી પણ સરકારી આંકડે નોધાતા આંકડાઓ અને વાસ્તવીક સંક્રમિતો અને મોતના કેસોના આંકડાઓ ઘણા અલગ અને બિહામણાં જ હોય તેમ લાગી રહ્યુ છે. રેમડેસીવર ઈન્જેકશનની અછતના લીધે કચ્છમાં કોરોનાના દર્દીઓ કણસી રહ્યા છે. તો વળી કેટલાક કિસ્સામા આ ઈન્જેકશનનો અભાવ દર્દીઓના શ્વાસ પણ થંભાવી ગયો હોવાની ગંધીર સ્થીતી પેદા કરી રહ્યો હોવાનુ માનવામા આવી રહ્યુ છે. આવામાં જીલ્લાના પ્રબુદ્ધવર્ગ દ્વારા સસ્તીપ્રસિદ્ધીમાં રચ્યાપચ્યા તત્વો-રાજકારણીઓ હાલના સમયે પણ જાણે કે લીંબડજશ ખાટવામાં જ પડયા હોય તેવો તાલ સામે આવી રહ્યો છે. રસીકરણ થઈ રહ્યુ છે તે ખુબ જરૂરી છે પણ રસીકરણ-રસી ઉત્સવ અને ટીકા ઉત્સવના નામે તાયફાઓ-રાજકીય ત્રાગાઓ કરવાનો શુ અર્થ છે? રસીકરણના બહાને રાજકીય લાભાલાભ ખાટવા કેટલાક બની બેઠેલા તકસાધુ જભ્ભાલેગાવાળાઓ ફોટાઓ પડાવી અને રસીકરણ ઉત્સવમાં ભાગ લીધાની વાહવાહી ખાટતાં જોવાઈ રહ્યા છે.કચ્છમા રસી ઉત્સવથી આવી રીતે ફોટા પડાવી રાજી થઈ જનારા સસ્તીપ્રસિદ્ધી ભુખ્યાઓને જાણકાર અને આખાબોલો વર્ગ કડક અને તીખી ટકોર કરતા કહી રહ્યો છે કે, હવે બહુ થાય છે, કચ્છીમાડુઓની સહનશકિતની કસોટીકરવાનુ બંધ કરો. કચ્છમાં એકતરફ સરકારી – ખાનગી હોસ્પિટલના બેડ ફુલ થઈ ગયા,સ્મશાનગૃહો ઉભરાવવાના શરૂ થઈ ગયા, દર્દીઓને સારવાર ઝાડ નીચે ઓટલા પર આપવાની પડી રહી છે ફરજ, દવાઓ-ઓકસિજન-વેન્ટીલેટર અને ઈન્જેકશનની છે મોટી અછત છતાં સસ્તીપ્રસિદ્ધી ભુખ્યા તત્વો હજુય ઉત્સવો-ઉજવી રાજકીય તાયબાબાજીઓમાં જ રપટ્ટ પડયા છે તે કેટલા અંશે વ્યાજબી છે ? હકીકતમાં કચ્છમાં વર્તમાન સમયે ટીકા ઉત્સવની ઉજવણીઓ કરવાના બદલે રેમડેશીવર ઈન્જેકશન વધુને વધુ સરળતાથી જરૂરીયાત મંદ દર્દીઓને સરકારની ગાઈડલાઈન અનુસાર કેવી રીતે મળે તે દીશામાં ઝુંબેશરૂપ કામ કરવાની જરૂર છે. પણ કચ્છની કમનશીબી કહો કે પછી કમભાગ્ય..સ્થાનિક રાજકારણ તો હજુય ફોટા પડાવી રાજકીય લીંબડજશ ખાટવાની હેાડમાં જ પડયા હોય તેમ દેખાય છે. હાલમા દવાઓની ઘટ્ટ, કોવિદ બેડની વ્યવસ્થાઓ, ઓકસિજન, વેન્ટીલેટર, સહીત ઈન્જેકશનોની ખુબ જ જરૂરીયાત છે તેની કેમ કોઈ ચીંતા નથી કરતુ? આ બાબતે સરકાર તબક્કે કેમ કેાઈ આગળ નથી આવતુ? એટલુ નહી પરંતુ જે જિલ્લામાં સ્થીતી વધોર ખરાબ થઈ જવા પામી ગઈ છે ત્યાં સરકાર દ્વારા મોનીટરીંગ માટે આઈએએસ અધિકારીઓની નિમણુક કરી છે અને તેવા એક-બે નહી રર આઈએએસને નિમવામા આવી ગયા છે પરંતુ તેમાય કચ્છની બાદબાકી કરી દેવામા આવી છે, છતા સ્થાનિકના કેાઈ જ રાજકીય વ્યકિતના પેટનુ પાણી નથીહાલતુ? કે કચ્છને આવા આઈએએસ અધિકારી કેમ નહી? આવી રજુઆતો કરવાની કેાઈને ફુરસદ નથી. પણ હવે કચ્છની પ્રજા આંતરીક રીતે રસી ઉત્સવ જેવા તાયફાઓથી ત્રસ્ત બની જવા પામી ગઈ છે અને આવા તત્વોને તેની જ ભાષામાં જવાબ આપવા પણ બહાર આવે તો નવી નવાઈ નહી કહેવાય. જાણકારો કહે છે કે, માત્ર નાટક અને રાજકીય હોડમા રસી ઉત્સવોમા ફોટા પડાવવા પહોચી જતા રાજકીય તત્વોને હવે તે જ ટીકા ઉત્સવના સ્થળ પર જેઓના સબંધીઓ ઈન્જેકશનોની અછતથી નાહકના મૃત્યુને ભેટી રહ્યા છે તેના સગા સંબીધઓ રસીઉત્સવ સ્થળ પર જઈ અને આવા લીંબડજશ ખાટતા તત્વોની સામે જ છાજીયા લે તેટલો ભારોભાર આક્રોશ છલકાઈ રહ્યો હોવાનુ કહેવાય છે. હકીકતમાં રસી ઉત્સવના ફોટાઓ પડાવી, સોશ્યલ મીડીયામાં મુકીને લીબંડજશ ખાટતા આવા તત્વોને જરા સહેજ પણ શર્મ હોય તો હવે ઈન્જેકશનોની અછત બાબતે ચિંતા સેવવી જોઈએ તે જ સમયનો તકાજો બની ગયો છે.