કચ્છમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ પાછળ ફુંક્યા પ૮.૬૮ લાખ

સૌથી વધુ અબડાસાના ભાજપના ઉમેદવાર છબીલભાઈ પટેલે ૧ર.૩૧ લાખનો કર્યો ખર્ચ : એનસીપીના બાબુભાઈ મેઘજી શાહે એક રૂપિયાનોય ખર્ચ કર્યો નથી

ભુજ : આવતીકાલે ગુજરાત વિધનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાના છે. તે પુર્વે ઉમેદવારોએ કરેલા ચૂંટણી પ્રચારના ખર્ચનો આંક પ૮ લાખને પાર થઈ ગયો છે. જેમાં અબડાસાના ભાજપના ઉમેદવારે સૌથી વધુ ખર્ચ કર્યો છે.
જિલ્લ ચૂંટણી અધિકારીની કચેરીમાંથી મળેલી આંકડાકીય માહિતી મુજબ ભાજપ – કોંગ્રેસના ૧ર ઉમેદવારોએ મળીને પ૮.૬૭ લાખનો ખર્ચ કર્યો છે. જેમાં સૌથી વધુ ખર્ચ છબીલભાઈ પટેલે ૧ર,૩૧,૧૦૮ રૂપિયા પ્રચાર પાછળ વાપરી નાખ્યા છે. જયારે રાપરના એનસીપીના ઉમેદવાર બાબુભાઈ મેઘજી શાહે હજુ સુધી એક રૂપિયોય ખર્ચ કર્યો નથી. તો ભાજપ – કોંગ્રેસમાં સૌથી ઓછો ખર્ચ વી.કે. હુંબલે અને માલતીબેન મહેશ્વરીએ કર્યો છે. જેમાં વી.કે.એ અત્યાર સુધી ૧,ર૪,૧૬૦ અને માલતીબેન મહેશ્વરીએ ૧,ર૪,ર૭૮ રૂપિયા ખર્ચ કર્યા છે.