કચ્છમાં ભાજપને માટે આત્મમંથનનો અવસર : લેટરબોમ્બ-અહેવાલોના ખુલવા મંડયા પડીકા

  • જો જો..૧ સાંધે ત્યાં ૧૩ તુટેનો ન થાય તાલ..!

આવા સીડીકાંડ-નલીયાકાંડ સહિતનાઓના કારણે જયંતિભાઈ ખોયા અને છબીલભાઈ જેલનીહવા ખાઈ
રહ્યા છે : હજી પણ શું થશે તે તો સમય જ કહેશે ?

પહેલા નલીયાકાંડ, તે બાદ આવા જ સેકસકાંડની સીડીઓને લઈ અને ભાજપના દિગ્ગજ નેતાઓની આંખલાલડાઈમાં અબડાસાને પણ લાગ્યો હતો બદનામીનો બટ્ટો તો હવે તાજેતરમાં ગાજી ગયું મુન્નાકાંડ..! : મુન્નાવાળી વાત તો બહાર આવી ગઈ પણ હજુ તો આવા કઈક પડયા છે..જે રહી ગયા છે તે કોઈ દુધથી ધોયલા નથી…ઃ શિસ્તબદ્ધ-સંસ્કારી પક્ષમાં જે થઈ રહ્યુ છે તે બરાબર ન કહેવાય..

છે..ને..કર્મની કઠણાઈ..: મુન્નાએ તો કઈકની પોલ ખોલી નાખી.., હવે રોજ-બરોજ નીતનવા લેટર-સોશ્યલ મીડીયાના મેસેજ ફરવા લાગ્યાનો વર્તારો : જેણે જેવુ કામ કર્યુ હશે તેવા રહસ્યો પરથી ઉચકાશે પડદો : કઈકના છાતીના બેસી રહ્યા છે જિલ્લાભરમાં પાટીયા : ૧પમી ઓગષ્ટ પહેલા હજુય એકાદ નેતાના રંગરલીયાકાંડનો કચ્છમાંથી પડદો ઉચકાય તો નવી નવાઈ નહી

ગાધીધામ : કચ્છ ભાજપમાં રાજકીય રીતે સોગઠાબાજીઓમાં એક બીજાની ટાંટીયાખેચ કરવામાં આવે તે તો જુથવાદના નામે સદાય વિવાદના વંટોળ સર્જતી જ વાત બની રહી છે પરંતુ હાલમાં શિસ્તબદ્ધ અને સંસ્કારી મનતા આ પક્ષમાં જે રીતે ઈલુઈલુ-સેકસકાંડ, સીડીઓ બનવી, નલીયાકાંડ જેવા કિસ્સાઓ ગાજી ગયા છે અને તેના ઘાત-પ્રત્યાઘાતો રૂપે હજુય આવા કૃત્યો સતત બહાર આવતા જ રહેતા હોવાની ઘટના બનતા કચ્છ ભાજપ માટે હવે જાણે કે ડેમેજ કન્ટ્રોલની સ્થીતીએ જોતા એક સાધવા જતા તેર તુટી રહ્યા હોય તેમ ચિત્ર ઉપસી રહ્યુ છે.કચ્છના રાજકીયમાં ગંદવાડ રૂપ મુન્નાકાંડનો કિસ્સો હાલમાં ખુબ જ ચર્ચાસ્પદ બની ગયો હતો. કર્મની કઠણાઈરૂપ આ ઘટનામાં કઈકના શ્વાસના ધબકારાઓ વધારી દીધા છે. મુન્નાવાળી વાત તો બહાર આવી ગઈ છે પણ હજુ તો આવા કઈક પડયા હોવાનુ નીતનવા સંદેશાઓ-લેટર બોમ્બ મારફતે કચ્છમાં સાહીત્ય ફરી રહ્યુ હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે.આ બાબતે જાણકારોની વાત માનીએ તો મુન્નાકાંડ જેવા જ લેટરબોમ્બ ફરવા, અહેવાલો આવવા, સોશ્યલ મીડીયામાં સંદેશાઓ વહેતા કરવાના કૃત્યો પણ હવે વધી રહ્યા છે. એટલે કે, મુન્નાવાળુ ખુલી ગયુ પણ જે રહી ગયા છે તે કોઈ પણ દુધના ધોયલો તો નથી જ. આપણે મુન્નાકાંડ-મુન્નાકાંડ કરી રહ્યા છીએ પણ બાકીનાઓના ઈતિહાસ પણ ચકાસવા જેવા જ હોવાનુ જાણકારો કહે છે.ભાજપમાં સેવાભાવી-પ્રમાણિક છબી ધરાવનારાઓ અને સારા આગેવાનો કહી શકાય તેવા નેતાઓ પણ છે. કચ્છ ભાજપના અન્ય મહામંત્રીઓની વાત કરીએ તો અનિરૂદ્ધભાઈ જેઓ ર૪ કલાક પક્ષની સેવા માટે સદાય ખડેપગે જ રહે છે. નાના કાર્યકર્તાઓથી લઈ અને દિગ્ગજ નેતાઓ આવે ત્યારે તમામ પ્રકારન સેવા-સવલતો તેઓ કરી આપતા હોય છે. પક્ષની વિચારધારાના વ્યાપને વિસ્તારવામાં અનિરૂદ્ધભાઈની સેવા કાબીલેદાદ રહી છે. તો વળી બીજા જ આવા મહામંત્રી વલમજી હુંબલ કે જેઓ ખડીરથી લઈ અને અબડાસા સુધી સહકરી ક્ષેત્રમાં સારી પકકડ ધરાવી રહ્યા છે. જાત મહેનત કરી અને વલમજીભાઈ આખાય કચ્છમાં સહકારી માળખાને મજબુત બનાવી ચુકયા છે. આવા મહાનુભાવોને જે ઓળખે છે તેમને જ ખબર છે કે તેઓ કેવા અને કેટલા બધા સારા છે.