કચ્છમાં ફરી કોરોનાનો હાહાકાર…. સર્વાધિક 244 કેસો નોંધાયો

રાજ્યમાં બેકાબૂ બનેલી કોરોના મહામારી વચ્ચે કચ્છમાં પણ પોઝિટીવ કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આજે કચ્છમાં કોરોનાએ ફરી બેવડી સદી ફટકારી છે. જિલ્લામાં ગઇકાલની તુલનાએ આજે કોરોનાના 65 કેસો વધ્યા છે. કચ્છમાં કોરોનાના સર્વાધિક 244 કેસ નોંધાયા હતા. જો કે રાજ્યમાં પોઝિટીવ કેસનો આંક 11,592 નોંધાયો હતો. તો આ મહામારીમાંથી 14 હજાર 931 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 117 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંક 1 લાખ 36 હજારને પાર થયો છે. કોરોના મહામારીના સંકજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસો વધી રહ્યા છે. જેમા આજે તો કોરોનાને હાહાકાર મચાવતા 244 કેસ નોંધાયા હતા. સામે રિકવરી રેટ ઓછો હોવાથી એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. કચ્છમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધુ ફેલાયુ છે. સ્વૈચ્છિક લોકડાઉનરૂપી નિયંત્રણો અને રાત્રિ કર્ફ્યુ વચ્ચે પણ કોરોના કેસો કુદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે લોકોને વધુ સતર્કતા દાખવવી અનિવાર્ય છે.