કચ્છમાં પાંચ સ્થળોએથી ૩૧ જુગારીઓ ૧.૬૦ લાખની રોકડ સાથે ઝડપાયા

 

ગાંધીધામ, કિડાણા, ભુજપુર, નાના કપાયા અને નખત્રાણામાં રેડ દરમિયાન થઈ કાર્યવાહી

ભુજ : ગાંધીધામમાં એલસીબીએ એ-ડિવિઝન પોલીસના હદમાંથી જુગારનો કેસ શોધી કાઢયો હતો. ટીએસએક્સમાં રહેતા કાર્તિકચંદ્રા હરીપદો સરકર પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે રેડ કરી કાર્તિકચંદ્રા સહિત અકબર રઝાકભાઈ મુન્સી, હનીફ સાલેભાઈ મેમણ, જુનેદ યાકુબભાઈ નાથણી, સુભાષ બ્રિજલાલ શર્મા, ધર્મેન્દ્ર દોતસિંહ છાસટિયા, નિષાર અબ્દુલ હમીદ કુરેશી અને કમલ રામચંદ શિવદાસાણીને જુગાર રમતા રોકડા રૂા.૬પ,૯પ૦ સાથે ઝડપી પાડ્યા હતા.તો કિડાણા ગામે આવેલી સોમૈયા સોસાયટીમાં રહેતા જુગાર રમતા ૭ ખેલીને પોલીસે પ૦પ૦ની રોકડ સાથે સાથે ઝડપી લીધા હતા. જેમાં વીઠ્ઠલભાઈ દેવાભાઈ વાઘેલા, જેમલભાઈ કરણભાઈ પરમાર, ખેંગારભાઈ કેસરાભાઈ પરમાર, માવજીભાઈ નગાભાઈ રાઠોડ, કાનાજીભાઈ બાબુભાઈ મકવાણા, નાગજીભાઈ બાવાભાઈ સોલંકી, નામોરીભાઈ દજાભાઈ સોલંકીને ઝડપી લેવાયા હતા.મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી રોહિત બ્રિજવલ્લભ પંડિત, ધર્મેન્દ્રરાય રામપીડીતરાય યાદવ અને વિરેન્દ્ર નેમચંદ ગુપ્તાને જુગાર રમતા રોકડા રૂા.૩પપ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ જિંદાલ કોલોનીના રૂમની બહાર જુગાર રમતા હતા.આ તરફ ભચાઉ તાલુકાના ભુજપુર ગામની સીમમાં દુધઈ પોલીસે સુખદેવસિંહની વાડીમાં જુગાર રમતા મયૂરસિંહ દસુભા જાડેજા, રાણા રવા ગાગલ, હરી ગોપાલ ચાડ, જીતેશગર લક્ષ્મણગર ગુંસાઈ, સુખદેવસિંહ નટુભા જાડેજા, રાજેશ સામત હુંબલ અને સંજય નવીનભાઈ સોલંકી રોકડા રૂા.૬૯,૩૪૦ સાથે ઝડપાયા હતા.નખત્રાણામાં આવેલા મફતનગરમાં સથવારા ફળિયામાં તીનપત્તીનો જુગાર રમતા ૬ શખ્સો રોકડા રૂા.૧૬,પ૦૦ અને મોબાઈલ મળી ૧૮ હજારના મુદ્દામાલ સાથે પકડાયા હતા. જેમાં આનંદભાઈ ભરતભાઈ સથવારા, અજય મુળજી સથવારા, સુરેશ બાબુભાઈ દેવીપુજક, રાજ રાજેશ સથવારા, પોપટ ખીમજી પટ્ટણી, કમલેશ દિલીપભાઈ સથવારાની અટકાયત કરાઈ હતી.