કચ્છમાં પછાતવર્ગના છાત્રાલયમાં ગૃહપતિની નિમણુંક કરવા ધરણા

છાત્રો માટે અન્ય સુવિધાઓ વધારવા માટે છેડાયું આંદોલન

ભુજ : કચ્છ જિલ્લામાં પછાત વર્ગનાં ચાલતા છાત્રાલયમાં  ગૃહપતિની નિમણુંક કરવા ઉપરાંત છાત્રોને અપાતી સેવામાં વધારો કરાય તેવી માંગ ઉઠી છે. આ સંદર્ભે અબડાસા તાલુકા મેઘવશં સેવા સંઘ દ્વારા કલેકટર કચેરી સામે ધરણા યોજીને આંદોલન શરૂ કરાયું છે. ગુજરાત સરકારનાં સામાજીક ન્યાય અને અધિકારિકતાની કચેરી હેઠળ ચાલતા કુમાર અને કન્યા છાત્રાલયોની સુવિધા બાબતે તેમજ તેમા ગૃહપતિની નિમણુંક કરવા માટે ધરણા યોજાયા છે. અબડાસા તાલુકા મેઘવશં સેવા સંઘ ભુજ Âસ્થત કન્યા અને કુમાર છાત્રાલય તેમજ મુંદરા, માંડવી, આદિપુર, નલિયા અને નખત્રાણાના મળીને કુલ સાત છાત્રાલયોના મળીને કુલ સાત છાત્રાલયોમાં ગૃહપતિ કે વોર્ડનની જગ્યા છેલ્લા લાંબા સમયથી ખાલી છે. આ છાત્રાલયોના હાલ ૪પ૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ છાત્રાલયનાં સંચાલન માટે કોઈ જવાબદારની નિમણુંક ન થતાં પછાત વર્ગના છાત્રોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આ અંગે અગાઉ અનેક રજુઆતો કર્યા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આજે ધરણા પ્રદર્શન યોજાયા હતાં. જેમાં અબડાસા તાલુકા મેઘવંશી સેવા સંઘના પ્રમુખ નાગશી લખુભાઈ પીંગલસુર, મંત્રી કાનજીભાઈ વેરશી ભાઈયા સહિતનાં આગેવાનો છાત્રો ઘરણા પ્રદર્શનમાં જાડાયા હતાં. તો આ છાવણીની મુલાકાત કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ લીધી હતી અને આ રજુઆતને યોગ્યસ્તરે પહોંચાડવા ખાતરી આપી હતી.