કચ્છમાં ડ્રાઈવિંગ કુશળતા- રોજગારનું કરશે નવ સર્જન : વાસણભાઈ આહિર

ગાંધીધામ ખાતે ગુજરાત સરકારના હસ્તે તાલીમ લાયન્સન્સ રજીસ્ટ્રેશન એલએલઆર અને ડ્રાઈવર તાલીમ કેન્દ્ર ઉદ્દઘાટન કરતા કચ્છી
રાજ્યમંત્રી : ભુજ, અબડાસાના ધારાસભ્ય રહ્યા વિશેષ ઉપસ્થિત : રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનર આર.જે. જાદવ સહિતના રહ્યા હાજર

 

ગાંધીધામ : આજરોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે ઓફીસ નં.ર૩૧ પ્રથમ માળ, ફ્રેન્ડસ સ્કવેર, ગાંધીધામ ખાતે વાસણભાઈ આહીર મંત્રી ગુજરાત રાજયના હસ્તે તાલીમ લાયન્સન્સ રજીસ્ટ્રેશન એલએલઆર અને ડ્રાઈવર તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેને ડબલ્યુઆઈએએ વેસ્ટર્ન ઈન્ડીયા ઓટોમોબાઈલ એસોસીએશન દ્વારા પ્રમોટ કરેલ અને ફોકીયા સપોર્ટ કરેલ છે. ડબલ્યુઆઈએએ કંપની અધિનિયમ ૧૯પ૬ની સે.રપ હેઠળ નોંધાયેલ એક કંપની છે. જે તેના સભ્યો અને મોટર ચાલકોની હિતો, સરકાર અને અન્ય ક્ષેત્ર અને ઉદ્યોગ જુથોને રજુ કરે છે. નિતિન ડોસા ચેરમેન ડબલ્યુઆઈએએ જણાવ્યું હતું કે તેના ૯૯માં વર્ષમાં છે અને તેને કેન્દ્ર અને રાજય સરકારના મોટર વાહન ધારા હેઠળ અધિકૃત કરવામાં આવેલ છે.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડો.નીમાબેન આચાર્ય ધારાસભ્ય ભુજ, માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ગાંધીધામ, પ્રદ્યૂમનસિંહ જાડેજા ધારાસભ્ય અબડાસા, આર.એમ.જાદવ આઈ.એ.એસ.ટ્રાન્સપોર્ટ કમિશ્નર ગુજરાત સરકાર હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં ડી.એચ.યાદવ, પ્રાદેશિક પરિવહન અધિકારી ભુજ, કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન પ્રમુખ ડો.નવગન વી.આહીર, તમામ તાલુકાના ટ્રક પરીવહન સંગઠનો, ટ્રક માલિકો અને ટ્રક સંચાલકો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધીઓ પણ હાજર રહ્યા હતા. એડલ જે.કાતરક, પ્રમુખ ડબલ્યુઆઈએએ પણ હાજર રહ્યા હતા. નિતિન ડોસા એકઝીકયુટીવ ચેરમેન ડબલ્યુઆઈએએએ મહાનુંભાવોનું સ્વાત કર્યું જયારે આભારવિધિ ફોકીયા એમડી. નિમિશ ફડકે દ્વારા કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન ડો.ભાવેશ ભટ્ટ, પ્રિન્સીપાલ રાજાભાઈ પટેલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થા રાધિકા ઠક્કર, જીગર મકવાણા, ચેતન જેઠવા, ભરત બારોટ અને કિશોર બડગા દ્વારા સભાળી હતી.
જીલ્લામાં મુન્દ્રા અને કંડલા દરિયાઈ બંદરો દેશના કુલ કાર્ગોના આશરે ૩પ% જથ્થાનું સંચાલન કરાતું હોય છે અને તેથી આ કાર્ગોના હેન્ડલીંગ માટે વાહનોની વસ્તી ટ્રક, ડમ્પર અને ટેન્કરો ૩૦૦૦૦ સુધી પહોંચ્યા છે. આ પરિપ્રેક્ષમાં ડબલ્યુઆઈએએ દ્વારા સ્થાનિક લોકો માટે વૈજ્ઞાનિક ડ્રાઈવીંગ કુશળતા પ્રદાન કરવા માટે ડ્રાઈવીંગ સ્કુલ શરૂ કરેલ છે જે ફોકીયા દ્વારા સપોર્ટ કરવામાં આવેલ છે જે સ્થાનીક યુવાઓ માટે નોકરી મેળવવાની વિશાળ તકો ઉભી કરશે.
ઉલ્લેખનીય છે કે લોકોમાં ડ્રાઈવીંગ કુશળતા વિકસાવવાના હેતુ સાથે કચ્છમાં સલામત ડ્રાઈવીંગના પ્રોત્સાહન માટે આ તાલીમ સંસ્થાની સ્થાપના કરવા માટે રાજયમંત્રી વલ્લભભાઈ કાકડીયા, પરિવહન વિભાગ, અને વિપુલ મિત્રા આઈઈએસ તે સમયના પરિવહન કમિશ્નરની હાજરીમાં ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટ, ડબલ્યુઆઈએએ અને ફોકીયા વચ્ચે તા.૧૮-૦૯-૧૭ના રોજ ગાંધીનગરમાં કરાર થયા હતા.