કચ્છમાં ટીબીના છુપા કેસો શોધવા ડોર ટુ ડોર સર્વે શરૂ

"Final survey question...which political candidate is the least cringeworthy?"

પાંચ દિવસ સુધી જિલ્લાભરમાં ચાલશે કામગીરી : ર૪મીએ કોવીડ ગાઈડલાઈનના પાલન સાથે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે ફેલાવાશે જન જાગૃતિ : હાઈરીસ્કી એરિયા તેમજ ઝુપડપટ્ટી વિસ્તારો પર ખાસ રડાર કરાશે કેન્દ્રિત

(બ્યુરો દ્વારા)ભુજ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતને ર૦રપ સુધીમાં ટીબી રોગથી મુક્તિ અપાવવાનું આહવાન કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા ર૦રર સુધીમાં રાજયને ક્ષયરોગ મુકત કરવાનું નિયત કરાયું છે ત્યારે સમગ્ર રાજયની સાથોસાથ કચ્છમાં પણ આજથી ટીબીના છુપા કેસો શોધવા માટે ડોર ટુ ડોર સર્વેનો ધમધમાટ હાથ ધરાયો છે. સમગ્ર જિલ્લામાં પાંચ દિવસ સુધી આ કામગીરી ચાલશે. જિલ્લા ક્ષય અધિકારી ડો. ગાલાએ વિગતો આપતા જણાવ્યું કે, ર૪મીએ વર્લ્ડ ટીબી છે ત્યારે કચ્છમાંથી ટીબીના કેસો શોધવા માટે આજથી ડોર ટુ ડોર સર્વેનો પ્રારંભ કરાયો છે. આ સર્વેમાં આશા બહેનો, આરોગ્ય કર્મચારીઓ દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ ટીબી રોગના લક્ષણો જેવા કે, બે અઠવાડિયા કે વધુ સમયથી ગળફ સાથે ખાંસી હોવી, છાતીમાં દુઃખાવો થવો, ગળફમાં લોહી આવવું, સાંજના સમયે શરીરનું તાપમાન વધવું, વજન ઘટવું, ભુખ ન લાગવી વગેરે વિશે પુછપરછ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિમાં ટીબીના લક્ષણો હોવાની શંકા જશે તો સેમ્પલ લઈ રીપોર્ટ કરાવાશે. વધુમાં તેમણે કહ્યું કે, હાઈરીસ્કી વિસ્તારોની સાથોસાથ શહેરી વિસ્તારોમાં ઝુપડપટ્ટી એરિયામાં ખાસ રડાર કેન્દ્રીત કરાશે. ગ્રામ્ય લેવલે ૧૦૦ ટકા ચેકીંગ કરાશે. ર૪મીએ સરકારી ગાઈડલાઈનના પાલન સાથે વર્લ્ડ ટીબી ડે નિમિત્તે જનજાગૃતિ ફેલાવાશે. સમગ્ર કામગીરીનું ર૬મીએ રીપોર્ટીંગ કરવામાં આવશે.