કચ્છમાં જી્‌ની ગાડી ચડી પાટા પરઃ દરરોજ ૨૮ થી ૩૦ લાખની આવક

ર૦મીથી ૧૦૦ ટકા મુસાફરો સાથે દોડશે એસટી બસ : હાલમાં વિદ્યાર્થી રૂટને બાદ કરતાં ૯૦ ટકા બસોનું થાય છે સંચાલન

 

ભુજ : કોરોનાની લહેર શાંત પડી જતાં જન જીવન હવે રાબેતા મુજબનું થઈ રહ્યું છે. ગામે ગામ સામાજિક, ધાર્મિક પ્રસંગોની ઉજવણી સાથે પર્યટન સ્થળોએ પણ લોકો ટહેલવા આવી રહ્યા છે. પરિસ્થિતિ હવે પૂર્વવત થઈ જતાં એસટી બસમાં પણ ધસારો વધ્યો છે. ત્યારે એસટીની ગાડી પણ પાટા પર ચડી છે. અગાઉ કોવિડની લહેરમાં બસો ખાલીખમ દોડતી, પેસેન્જરને ગોતવા પડતા જાે કે હવે કોરોના હળવો થતાં પ્રવાસીઓથી બસો ઉભરાઈ રહી છે. જેના કારણે એસટીને દરરોજ કચ્છમાંથી ર૮થી ૩૦ લાખની આવક થઈ રહી છે.

આ અંગેની વિગતો મુજબ હાલમાં એસટી બસ ૭પ ટકા કેપીસીટી સાથે દોડી રહી છે, ત્યારે હવે પુનઃ ર૦મીથી બસો ૧૦૦ ટકા પ્રવાસીઓ સાથે દોડશે. નોન એસી બસોને ૧૦૦ ટકા કેપીસીટી દોડાવાની મંજૂરી અપાઈ છે. જયારે એસી બસોમાં આ ક્ષમતા ૭પ ટકા પેસેન્જરની રહેશે. ડ્રાઈવર અને ક્લિનરને વેક્સિનનો ડોઝ લઈ લેવા જણાવાયું છે. કચ્છમાં જાેવા જઈએ ૩૪૦થી વધુ રૂટોનું ભુજ એસટી નિગમ તરફથી સંચાલન કરવામાં આવે છે. જેમાં હાલમાં ૯૦ ટકા બસો દોડતી થઈ ગઈ છે. હાલમાં માત્ર વિદ્યાર્થીઓને લગતા રૂટ જ બંધ છે.

આ બાબતે એસટીના નવા વિભાગીય નિયામક શ્રી પટેલે જણાવ્યું કે, હાલમાં સરકારના દિશા નિર્દોશોમાં ફેરફાર આવ્યા બાદ એસટીની બસોમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. અગાઉની સરખામણીએ દરરોજ પ્રવાસીઓ વધતા હોવાથી ર૮થી ૩૦ લાખની આવક થાય છે. મંગળવારથી એસટીની બસો ૧૦૦ ટકા પેસેન્જર સાથે દોડવા લાગશે. આ બાબતે સ્ટાફને પણ નિયમોની અમલવારી થાય એ માટે જણાવી દેવાયું છે.