કચ્છમાં ગઈકાલની તુલનાએ કોરોનાના કેસમાં ઘટાડો : આજે 190 નોંધાયા

ભુજ : કચ્છમાં કોરોના મહામારીએ રાક્ષસી મોઢું ફાળ્યુ છે. કોરોનાને પગલે પરિસ્થિતિ દિવસેને દિવસે ડરામણી બની રહી છે. છે ત્યારે જિલ્લામાં આજે કોરોનાના નવા 190 કેસો દર્જ થયા છે. છેલ્લા કેટલાક સમયથી દરરોજ ૩૦ થી ૪૦ કેસો વધી રહ્યા છે. પરંતુ ગઈકાલે 210 કેસ આવ્યા બાદ આજે આંશિક ઘટાડા સાથે 190 કેસ દર્જ થયા હતા. રાજ્ય સરકારની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજે 14 હજાર 097 લોકો કોરોના બીમારીથી સંક્રમિત થયા છે, જેમાં કચ્છમાં 190 દર્દીઓને ચેપ લાગ્યો છે. જ્યારે 115 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. સાથે કચ્છમાં કુલ કેસનો આંક 7063 થયો છે, તો અત્યાર સુધી 5862 દર્દીઓ સાજા પણ થયા છે. એક્ટિવ કેસનો આંક વધીને 1489 થયો છે.