કચ્છમાં ખેડુતોની દયામળી હાલત : કો’ક તો આવો મદદે.! ધરતીનોતાત છે દુખી-દુખી! : કયા છે કિસાન નેતાઓ..?

  • હવે ચીટર-છેતરપીંડી કરનારા લેભાગુઓએ ખેડુતોને બનાવ્યા શિકાર

ખેડુતોનું શોષણ તો નવીનવાઈની વાત નથી, આખુ વરસ પાણી-વીજળીના કકળાટની વચ્ચે પાક ઉગાડે, વેચવા જાય એટલે ખેડુતોનો નફો તો વેપારી જ ખાઈ જાય, નકલી બિયારણોની ફરીયાદો, પાક વીમા યોજનામાં પ્રિમિયમ સરકાર ઉધારી લે, વળતર પેટે મીંડુ, સબસીડીઓ આપવામાં કરાય ઠાગાઠૈયા, ખેડુતોની જમીનોમાં આડેધર પવનચક્કીવાળાઓ, ટ્રાન્સમિશનવાળી વીજકંપનીઓ થાંભલાઓ મોટા મોટા લગાડી કરી દે અતિક્રમણ., નર્મદા જળના નામે સરકારનો માત્ર અને માત્ર લોલીપોપ..આ બધી પીડીઓની વચ્ચે હવે લેભાગુ તત્વો-આર્થીક છેતરપીંડી કરનારાઓ પણ ખેડુતોને નથી બક્ષતા..! આવામાં ખેડુતો જાયે તો જાયે કહાં..!

બની બેઠેલા કિસાન સંઘના નેતાઓ-આગેવાનો કયાં ગુમ છે? કેમ આવા વિષયોને લઈને આગળ નથી આવતા? : કિસાનોથી આર્થિક ચીટીંગના મુદ્દાને લઈને કેમ મીટીગો નથી યોજાતી?ઃ ખેડુતો પાસેથી ઉઘાડેલ ધાન લઈ જાય છે અને ખેડુતોને બદલામાં આવા ચીટરો આપી રહયા છે ઠેંગો..!

ગાંધીધામ : મેરે દેશ કે ધરતી સોના ઉગલે-ઉગલે હીરે મોતી…આ પ્રખ્યાત ગીતની પંકિત આખાય દેશના લોકોના જઠરાગ્નિ ઠારતા ખેડુત મિત્રોને આભારી છે કે સાર્થક થઈ રહી છે. આખુય વર્ષ મહેનત કરી, પરસેવાની કમાણી ખાનારા ખેડુત આજે ઉદ્યોગોના જગમગાટ અને વધતા જતા સતત ઔદ્યોગીકકરણના કારણે અતી દુખી-પીડીત અને વ્યથિત બની જવા પામી ગયો છે. જે ખેડુત આખાય જગતના પેટની ભુખ ઠારે છે તે આજે ખુદ મૌથાજીની અવસ્થામાં આવીને ઉભો રહી ગયો હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.કચ્છના જ ખેડુતોની વાત કરીએ તો ખેતીને પ્રોત્સાહન આપવાના દાવાઓની વચ્ચે આજે પણ અહી ખેડુતોને તેઓના હક્ક માટે આંદોલનના માર્ગો અપનાવવાની ફરજ પડી રહી છે. તેના તાજેતરના દાખલાઓ આધોઈ પાસે વીજકંપની આડેધડ ખેડુતોની જમીનોમાં વીજપોલ ઉભા કરી દેતા ખેડુતો લડતનો માર્ગ છેડયો હતો તો વળી બીજીતરફ લખપત અને નખત્રાણાના કોટડા વિસ્તારમાં પણ તાજેતરમાં જ પવનચક્કીવાળાઓએ ખેડુતોની જમીનો પર અતિક્રમણ કરી દેતા નાછુટકે શાંતિપ્રીય ખેડુત આલમને હાઈવે પર રસ્તા-ચક્કા જામ કરીને ખુદની પીડા દેખાડવાનો વારો આવી ગયો હતો. આ દાખલાઓ તો માત્ર શરૂઆત જ છે પણ ખેડુતની અવદશા હવે એટલી બધી વકરી જવા પામી છે કે, કચ્છમાં નિદોર્ષ ખેડુતો લેભાગુ તત્વોના આર્થિક ચીટીગ અને છેતરીપીંડીનો પણ ભોગ બની રહ્યા હોવાનો વર્તારો સામે આવી રહ્યો છે. તાજેતરમાં જ કચ્છમાં ખેડુતો સાથે લાખોની રકમની ચીટીંગ થયાની સત્તાવાર ફરિયાદો પણ નોધાઈ જવા પામી ગઈ છે. આ તબક્કે પ્રબુદ્ધવર્ગ સીધી જ ટકોર કરી રહ્યો છે કે, હાલતે ચાલતે અને છાશવારે ખેડુતોના હમદર્દી બનીને નીકળી પડતા કિસાન નેતાઓ આ વિષયને લઈને કેમ આગળ નથી આવતા? કયા ગુમ થઈ ગયા છે? ખેડુતો સાથે થતી આર્થિક ચીટીંગ અને છેતરપીંડીના કિસ્સાઓ હકીકતમાં કોઈ પણ કાળે ચલાવી ન લેવાય? આ માટે બની બેઠેલા કિસાન નેતાઓએ આગળ આવવુ જોઈએ. પોલીસ પર દબાણ વધારવુ જોઈએ અને આવા કિસ્સાઓ જડપથી ઉકેલાય તથા તેમાં દોષિતને કડકમાં કડક કાર્યવાહી કરી ધાક બેસાડતો નશ્યત આપતો દાખલો પુરવાર કરવામા આવે તે માટે કિસાન સંગઠનો અને નેતાઓએ આગળ આવવુ જોઈએ. આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો ગામડાઓમાંથી માલ વેપારીઓ ખેડુતો પાસેથી લઈ જાય છે બાદમાં કરે છે નાણાકીય છેતરપીંડી. માલ ઉગાડે તેના ભાવ તો પુરતા મળતા નથી, સરકાર તરફથી સબસીડીઓ મળવી જોઈએ તેમાં પણ હથેળીમાં ચાદ દેખાડાય છે, પાક વીમાના નામે પણ ખેડુતોથી પ્રીમીયમ તગડા ભરાવી લેવાય છે પણ વીમાની રકમ માટે થાય છે ઠાગાઠૈયા જ. નકલી બિયારણો ધાબડાનારો પણ ઓછા નથી તેમા પણ ખેડુતોનો ખો નીકળી રહ્યો છે. આવામાં હવે કચ્છમાં ખેડુતોની સાથે નાણાકીય છેતરીપંડીની પણ ફરીયાદો સામે આવવા પામી રહી છે. ખેડુતો આવામાં જાય તો જાયે કહાની સ્થીતીમાં આવી જવા પામ્યા છે. ભારતભરને પોષણ આપતો ખેડુત આજે એકદમ દયામય અવસ્થામા આવી ગયો હોય તેવુ નથી લાગતુ?કચ્છમાં લખપતમાં નરા ડેમની આસપાસમાં ખેડુતોને ઘઉના પાકને લઈને આવી સમસ્યાઓ ઉઠવા પામી રહી છે તો વળી અબડાસમાં કપાસ અને ઘઉ સહિતના પાકોને લેનારા ખેડુતોને પણ ચીટીંગ-છેતરીપીંડીના પ્રશ્નો ઉભા થવા પામી રહ્યા છે. ખેડુતોની સાથે છેતરપીંડી કરનારને વેળાસર જ પકડી, જેલના સળીયા ગણાતો કરવામા આવે, કડકમા કડક કાર્યવાહી કવરામાં આવે તે રીતે દબાણ લાવવા કિસાન સંઘ અને ખેડુતોના નામે બની બેઠેલા નેતાઓ આગળ આવવુ જોઈઅ અને બુલદ અવાજ ઉઠાવવો જોઈએ તે જ સમયની માંગ બની રહી છે.

બારાતુ અશોકીયા જેવા બની બેઠેલ ખેડુતનેતા હવે કચ્છમાં કેમ નથી દોડી આવતા?

નર્મદાજળ અને ખેડુતોના નામે અમદાવાદમાં બેઠા બેઠા માત્ર ખુદના રોટલા શેકી રહેલ અશોકીયા જેવા બની બેઠેલા નેતાઓના ચહેરાઓ થઈ રહ્યા છે બેનકાબ : જો ખેડુતોના નામે આડઅવડા નીવેદનો આપી-સરકાર પર દબાણ બનાવી અને ખુદના કામો કરાવવામાં અશોકીયા જેવાઓને રસ ન હોય તો, હાલમાં ખેડુતોને કચ્છમાં થઈ રહેલા અલગ અલગ પ્રશ્નો બાબતે પણ બારાતુ અશોકીયા આણી ટોળકી મીટીંગો યોજતી દેખાતી હોય..!

ગાંધીધામ : કચ્છમાં ધરતીનો તોત હેરાન પરેશાન થઈ ગયો છે. હકીકતમાં ખેડુતોના પ્રશ્નોનુ નિરાકરણ થાય તેના બદલે આવા ખેડુેતોના ખભ્ભે બંદુર તાંકી ખુદના નિશાનો પુરા કરતા બારાતુ અશોકીયા જેવા બની બેઠેલા નેતાઓની સામે પણ હાલમાં સવાલો ઉભા થવા પામી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, આખાય વર્ષમાં ઉનાળુ આવવાનુ ચાલુ થાય કે ખેડુતો અને કચ્છમા નર્મદાજળના નામે મીટીંગોમાં મોટા ઉપાડે પહોચી આવતા આ અશોકીયા આણી ટોળકી હાલમાં કયાય કેમ ડોકાતી નથી? પાક વીમા સહાય, સબસીડીઓ, પાણી, લાઈટ વીજળી, નકલી બિયારણો અને તે બાદ હવે ખેડુતોની સાથે ચીટીગ-આર્થિક ઠગાઈની ફરીયાદે ખેડુતોને લાગતા વિષયો નથી? બારાતુ અશોકીયો આ પ્રશ્નો કેમ નથી ઉઠાવતો? કે આવા પ્રશ્નો ઉઠાવવા કેમ ખુદ આગળ આવતો નથી દેખાતો? કહેવાય છે કે, તેને તો નર્મદાજળના નામે માત્ર ખુદના ઉલ્લુ ગાંધીનગરમાં સીધા કરી લેવા છે, ખેડુતોના નામે સરકાર પર દબાણ વધારી પોતાના સાચા-ખોટા કામો કરાવી લેવા હોય છે એટલે જ નર્મદાજળના નામે અન્યાયનો ગોકીરો માત્ર ઉઠાવી સસ્તીપ્રસિદ્ધીમાં અશોકીયા આણી ટોળકી રાચત રહેતી હોવાનુ ચર્ચાય છે.

એરંડામાં ચીટીગ કરનારો બંગ્લોરથી દબોચી લીધો

પોલીસની કાર્યવાહી સરાહનીય : હવે ભોગગ્રસ્તો પણ ફરીયાદ માટે આવે આગળ
ગાંધીધામ : ખેડુતોની સાથે આર્થીક ચીટીંગ કરનારા તત્વો વકરી રહ્યા છે તે દરમ્યાન જ કચ્છના એરંડાવાળા છેતરપીંડીના કિસ્સામાં પેાલીસ દ્વારા શખ્સને બેગ્લોરથી પકડી પાડયો છે. પોલીસતંત્રની આ પ્રકારન જહેમત સરાહનીય જ કહી શકાય તેમ છે. હવે બીજીતરફ આ પ્રકરણમાં જેટલા પણ ભોગગ્રસ્તો હોય અથવા તો આવી રીતે છેતરાયા હોય તેઓએ પણ ફરીયાદ માટે આગળ આવવુ જોઈએ. આવા તત્વોને પોલીસે પકડી લીધા છે ત્યારે તેની સામે કડકમાં કડક રાહે કામગીરી થાય, તેને શબક મળે તે રીતે ખેડુતોએ આગળ આવવુ જોઈએ. આ ઝડપાયેલા શખ્સની સામે એટલી કડક કાર્યવાહી થાય કે બીજીવખત ખેડુતોની સાથે આવી ઠગાઈ કરનારા સો વખત વિચાર કરે.

પાવરપટ્ટીના ખેડૂતોના એરંડા હડપ કરી નાણાં ન ચુકવનાર વેપારી બેંગ્લોરથી ઝડપાયો
ખેડૂતો પાસેથી ઉંચા ભાવે એરંડા ખરીદી ત્રણેક કરોડનું ફેરવ્યું હતું ફૂલેકું
નખત્રાણા : તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના ગામડાના ખેડૂતો પાસેથી ઉચા ભાવે એરંડાની ખરીદી કરીને કરોડોનું ફૂલેકું ફેરવનાર મંગવાણાના વેપારીને પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે. એરંડાની ખરીદી કરીને નાણાં ચૂકવવાના વાયદાઓ આપીને ગાયબ થઈ ગયેલા શખ્સને પોલીસે અંતે ઝડપી પાડ્યો છે. પાવરપટ્ટીના નિરોણા, ઓરીડા, બિબ્બર સહિતના ગામોના ખેડૂતો પાસેથી મંગવાણા ગામના શૈલેષ નાકરાણીએ ઉંચા ભાવે એરંડાની ખરીદી કરી હતી. ખેડૂતોને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી પાક ખરીદી પાછળથી નાણાં આપી દેવાની વાત કરીને લોકોને શીશામાં ઉતાર્યાં હતા. ખેડૂતોને નાણાં આપવાનું જણાવીને આરોપી ઘર-પેઢીને તાળાં મારી, મોબાઈલ ફોન બંધ કરીને ગાયબ થઈ ગયો હતો. ભોગગ્રસ્ત ખેડૂતો દ્વારા તેની શોધખોળ બાદ પણ પત્તો ન લાખતા શૈલેષ નાકરાણી વિરુધ્ધ નિરોણા પોલીસ મથકે છેતરપિંડીની અલગ અલગ છ જેટલી ફોજદારી ફરિયાદો નોંધાઈ હતી. ફરિયાદમાં તેની સાથેના માધાપરમાં રહેતા સુરેશ ભીમા રબારીને પણ સહઆરોપી દર્શાવાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. અને આરોપી શૈલેષ બેંગ્લોરમાં હોવાની બાતમી મળતાં એલસીબીની ટૂકડીએ ત્યાં ધસી જઈ તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને ભુજ લાવીને પોલીસ દ્વારા તેની સઘન પૂછતાછ કરીને તેની વિધિવત ધરપકડ સહિત રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે.