કચ્છમાં કોરોના વેક્સિનેશનનો મેગાપ્લાન તૈયાર

  • ૧૮ થી ૪૫ની વય મર્યાદાવાળાઓને ૧ માસમાં ૧૦,૮૪,૪ર૪ને રસીકરણનો જિલ્લામાં પાર પડાશે લક્ષ્યાંક

અર્બન-રૂરલ વિસ્તારવાઇજ ડો.પ્રેમકુમાર કન્નરની ટીમે તૈયાર કરી લીધુ મહત્વનું આયોજન : સામાજિક સંસ્થાઓની હોસ્પિટલ-સમાજવાડીઓ, સરકારી માળખાઓમાં વેકસીન આપવાની થઈ ગઈ તૈયારીઓ : વેકસીનેટરને પણ કરી દેવાયા તૈયાર

ગાંધીધામ : કોરોનાની મહામારીને ડામવાની દીશામાં સાવચેતી બાદ જો કોઈ મહત્વપૂર્‌ શસ્ત્ર બની શકે તેમ હોય તો તે રસીકરણ જ બની રહેશે. વીશ્વના કેટલાય દેશોએ વેકસીનેશન ઝુંબેશ પર ભાર આપીને કોરોનાને લગભગ લગભગ હરાવવામાં સફળતા પ્રાપ્ત કરી દીધી છે ત્યારે હવે ભારતમા પણ આગામી ૧ મે ર૦ર૧થી ૧૮વર્ષથી ઉપરના તમામને રસી આપવાની વ્યવસ્થાઓ શરૂ કરવામા આવનારી છે તે દરમ્યાન જ કચ્છમાં પણ જિલ્લાના આરોગ્યવિભાગથી બરાબરના સુપેરે પરિચિત એવા ડેા.પ્રેમકુમાર કન્નરના સીધા જ આયોજન-માર્ગદૃશન હેઠળ ૧લીમેથી રસી કરણ માટેના આયોજનને અંતિમ ઓપ અપાઈ ગયા છે.આ બાબતે ડો.કન્નરની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, રસીકરણની વ્યવસ્થાઓ સરકારી ગાઈડલાઈન અનુસાર કચ્છને માટે પણ કરી દેવામા આવી છે. સૌ લોકો વધુને વધુ વેકસીનેશન ઝુંબેશમાં જોડાય તે સૌના હિતમાં છે. કોરોનાની ઘાતકતા નિવારવા માટે રસીકરણ ખુબજ જરૂરી છે. કોઈ પણ પ્રકારની ભ્રમણામાં આવ્યા વિના રસી લેવી જોઈએ. અર્બન-રૂરલ કક્ષાએ રસીકરણ માટેની વ્યવસ્થાઓ કરી દેવાઈ છે જેમા સામાજિક સંસ્થાઓ સમાન હોસ્પિટલો પણ નિશુલ્ક સેવા આપવા આગળ આવી છે.આ ઉપરાંત ૩૮ જેટલી સમાજવાડીઓ કેન્દ્ર માટે નિર્ધારીત કરવામા આવી છે. તો વળી સરકાર ડીસ્ટ્રીકટ અને સબડીસ્ટ્રીક સેન્ટરો સહિતનાઓની પણ પસંદગી રસીકરણ માટે કરી લઈ જરૂરી તમામ આનુસંગીક વ્યવસ્થાઓ કરી લેવામા આવી હોવાનુ શ્રી કન્નરે જણાવ્યુ હતુ.

તાલુકાવાઇઝ લક્ષ્યાંક કરાયો નિર્ધારીત : ઈલેકશનના ડેટા પરથી તૈયાર કરાયા આંકડા
છ શહેરોમાં કુલ્લ ૩ લાખ ર૭ હજાર ૧૮ પ્લસનાઓને અપાશે રસી
• ગાંધીધામ : ૧,૩૦,પપ૬ (છ શહેરોમાં સૌથી વધુ)• ભુજ : ૮૪,પ૧૧ • અંજાર : ૪૪પ૮૦ • ભચાઉ : ર૩૬૯૬ • માંડવી : ૩૦પ૯૪ • રાપર : ૧૩ર૬૩

કચ્છમાં કયાં અપાશે ૧૮ પ્લસનાઓને રસી?
ગાંધીધામ : આગામી ૧ મેથી રસીકરણ ઝુંબેશ શરૂ થવાની છે ત્યારે ડો. પ્રેમકુમાર કન્નર દ્વારા જણાવાયુ હતુ કે, તે માટે સ્ટેશનો પણ આઈડેન્ટીફાઈ કરી લેવાયા છે.આ માટે ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, ૭૦ મુખ્ય પીએચસી-શહેરી આરોગ્ય કેન્દ્ર,ર૦ ડીસ્ટ્રીક સબ સીએચસી, તથા ર૭૮ સબ સેન્ટરો કરવામા આવશે.આ ઉપરાંત ૪ સામાજીક સંસ્થાની હોસ્પીટલ ફ્રી ઓફ કોસ્ટ રસીકરણમાં મદદ કરશે તો વળી ૩૯ જેટલી સમાજવાડી નકકી કરાઈ છે જયા વેકસીનેશનની કામગીરી હાથ ધરવામા આવનાર છે.

રજીસ્ટ્રેશન નહીં, તો પણ રસી મળશે :સ્પોટ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા હશે જ.!
ગાંધીધામ : ૧૮ પ્લસ માટેની રસીકરણની ઝુંબેશ શરૂ થવાના આડે એક જ દીવસ છે ત્યારે તેના ઓનલાઈન પોર્ટલ ક્રેસ થઈ ગયાની નોબત આવી છે અને લોકોમાં રહી ગયા તેઓને સવાલ છે કે, અમારૂ રજીસ્ટ્રેશન નહી હોય તો અમને રસી નહી મળી શકે, જે અંગે ડો. કન્નરે કહ્યુ હતુ કે, સ્પોટ રજીસ્ટ્રેશનની વ્યવસ્થાઓ કરાઈ જ છે એટલે જેઓનુ રજીસ્ટ્રેશન નહી થયુ હોય તેઓને પણ સ્થળ પર આધાર દર્શાવીને રજીસ્ટ્રેશન કરાવી અને રસી લઈ શકાશે.

૧લીથી કચ્છમાં પણ ૧૮ પ્લસને વેક્સિનેશન થશે વિલંબિત

૧લીથી કચ્છમાં ૧૮થી ઉપરનાઓને રસીકરણ માટેની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે, રસીનો ડોઝ આવે તે બાદ ઝુંબેશ શરૂ કરવા અમે તમામ મોરચે તૈયાર છીએ, રાજયકક્ષાના સ્ટેટ નોડેલ ઓફિસરના નિર્દેશ મુજબ ૧લી મેના બદલે થોડું વિલંબીત થવાની છે શકયતા : (કચ્છના વેક્સિનેશન પ્રોગ્રામના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારીશ્રીની પ્રતિક્રીયા)

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા આગામી ૧મેથી ૧૮વર્ષથી ઉપરના અને ૪પ વર્ષથી નીચેની વયમર્યાદાવાળ તમામને માટે પણ રસીકરણની ઝુબેશ હાથ ધરવાની તડામાર તૈયારીઓ ઠેર ઠેર શરૂ કરી દેવામા આવી હતી તે વચ્ચે જ આજ રોજ સામે આવેલા અહેવાલો અનુસાર હાલમાં રાજયમા ૧લી મેથી આ પ્રકારની ઝુબેશ શરૂ થવા નહી પામી શકે. કંપનીઓ દ્વારા સરકારને રસીનો ડોઝ માંગણી અનુસારનો ઉપલબ્ધ ન હોવાની પ્રાથમિક વિગતો બહાર આવવા પામી છે. દરમ્યાન જ કચ્છમાં પણ આ ખાસ ઝુંબેશ માટે નિમાયેલા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રના તજજ્ઞ તબીબ ડો. પ્રેમકુમાર કન્નરને આ બાબતે પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, ૧લી મેથી કચ્છ માટેના મેગા રસીકરણના આયોજનોને અંતિમ ઓપ અપાઈ જ ગયો છે. અમારી ટીમ આ ઝુંબેશ માટે તમામ મોરચે સજજ રહેલી છે. પરંતુ સ્ટેટ નોડેલ ઓફિસર, આરેાગ્યવિભાગનાઓને ટાંકીનેશ્રી કન્નરે કહ્યુ હતુ કે, જયારે રાજય સરકારને રસીનો પુરતો જથ્થો ઉપલબ્ધ થાય તે બાદ આ પ્રકારની ડ્રાઈવ શરૂ કરવામાં આવી શકે છે એટલે કે હાલતુરંત આ ઝુંબેશ કચ્છમાં પણ થોડી વિલંબિત થાય તેવી શકયતાઓ શ્રી કન્નરે દર્શાવી હતી. અલબત્ત તેઓની સમગ્ર ટીમ રસીનોજથ્થો આવતા જ તેને પાર પાડવાને માટે પ્રતિબદ્ધતા સાથે સજજ હોવાની ખાત્રી શ્રી કન્નરે આપી હતી.

ગ્રામીણ કચ્છમાં કુલ્લ ૭,પ૭,૭ર૪નું થશે વેકિસનેશન

• ભુજ : ૧,પ૧,૬૯૮(સૌથી વધુ) • અંજાર : ૯ર,રપપ • નખત્રાણા : ૬૭૭૩૬ • રાપર : ૮૮,ર૮૦ • મુંદરા : ૮ર,૩૪૮ • માંડવી : ૬૯૪૩૧ • લખપત : ૩૦૪૪૩ • ગાંધીધામ : ૪૩૬૮૯ • ભચાઉ : ૭૩૯૯પ • અબાડાસા : પપ૯ ૦૦

આઈએસીઆરની ગાઈડલાઈન અનુસાર ર૮ દિવસ બાદ બીજો ડોઝ લેવાય : ડો.કન્નર
ગાંધીધામ : કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીબા બાદ બીજો ડોઝ કેટલા દિવસ બાદ લેવા યોગ્ય કહેવાય તે બાબતે ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યુ હતુ કે, આઈસીએમઆરની ગાઈડલાઈન અનુસાર કોઈ પણ રસીનો બુસ્ટર ડોજ ર૮ દીવસ બાદ લઈ શકાય છે. બે માસનો સમય રાખવાની સુચના ડબલ્યુએચઓ દ્વારા અપાઈ છે પણ હાલમાં આઈસીએમઆરની ગાઈડલાઈન જ અમલી છે. ભવિષ્યમાં સુચનો આવશે તો તે અનુસાર વર્તીશુ.

૪પ થી ૬૦ વાળાઓને રસી પેરેલેલ અપાશે જ..!
ગાંધીધામ :પહેલી મેથી રોજ ૧૮વર્ષથી ઉપરનાઓના માટે રસીકરણની વિશેષ ઝુબેશ ચાલુ થઈ રહી છે ત્યારે ડો. પ્રેમકુમાર કન્નરે જણાવેલી માહીતી અનુસાર ૪પથી પ૯વર્ષવાળાનુ પણ રસીકરણની કામગીરી પેરેલલ ચાલુ જ રાખવામાં આવશે.

પ૬૭ વેક્સિનેટર છે ખડેપગે તૈયાર
ગાંધીધામ : ૧લી મેથી કચ્છમાં પણ ૧૮થી વધુનાને રસી આપવા સંદર્ભેની તૈયારીઓ કરવામા આવી રહી છે ત્યારે આ માટે પ૬૭ જેટલા વેકસીનેટર કે જેઓ રસી આપવાનુ કામ કરશે તેઓ પણ તૈયાર જ છે.