• કચ્છના ર૦૦ એમએસએમઈ એકમોને ૧૬ કરોડની સહાય મળી

વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ૧રર૩ લાભાર્થીઓને ૯ કરોડથી ૭૧ લાખ રૂપિયાની સહાય ચુકવાઈ : હેન્ડીક્રાફટ સહિત અનેક સરકારી યોજનાઓનું લાભાર્થીઓએ લાભ લીધો

ભુજ : કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય તે માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. તો વેપાર અને રોજગારીમાં વધારો થાય તે માટે મદદરૂપ થવા નવી યોજના બહાર પાડી હતી. જેમાં ગુજરાતમાં આત્મ નિર્ભર યોજનાનુ કચ્છના ર૦૦ એમએસએમઈ એકમોને ૧૬ કરોડ થી વધુ સહાયનો લાભ લીધો હતો. તો સ્વરોજગાર કરનાર ઉદ્યોગ સાહસિકોને વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ૧રર૩ લાભાર્થીઓને ૯ કરોડથી ૭૧ લાખ રૂપીયાની સહાય ચુકવવામાં આવી છે. સરકારી યોજનાનું દરેકને લાભ મળે તે માટે સિંગલ વિંડોની સિસ્ટમ બનાવવામાં આવી હતી.જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી શ્રી કોરોના મહામારીના સમયમાં ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગો તથા સ્વરોજગારી કરતા ઉદ્યોગ સહાસિકોને બેઠા કરવા માટે ગુજરાત આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરવામાં આવેેલ આ પેકેજ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ દ્વારા જિલ્લાના ર૦૦ એમએસએમઈ એકમોને ૧૬ કરોડ ૯ લાખની સહાય ચુકવવામાં આવેલ છે. સ્વરોજગારી કરનાર ઉદ્યોગ સાહસિકોને વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ કુલ ૧રર૩ લાભાર્થીઓને ૯ કરોડ ૭૧ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવેલ છે. સરકારના આ અભિગમ થકી ખાસ કરીને એમએસએમઈ એકમો તથા ઉદ્યોગ સાહસિકોને કપરા સમયમાં રાહત મળેલ છે. આર્થિક રીતે પછાત વર્ગના સમૂહને પુરતી આવક અને સ્વરોજગારી ઉભી કરવા માટે માનવ કલ્યાણ યોજના હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ દ્વારા સાધન ઓજાર આપવામાં આવે છે. વર્ષ ર૦૧૯-ર૦ દરમ્યાન આવા ૧૦૩૦ લાભાર્થીઓને ર૮ પ્રકારના ટ્રેડની કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે.
કચ્છના યુવાનોએ આ યોજના મોટા પાયે લાભ લીધો હતો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ગુજરાત સરકારની ઉદ્યોગ કમિશનર એમએસએમઈ કમિશનર અને કુટીર કમિશનરની કચેરીની યોજનાઓનું જિલ્લા કક્ષાએ અમલીકરણ કરવામાં આવે છે. વધુમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસ અને સ્વરોજગારી દ્વારા મહત્તમ રોજગારીની તકો ઉભી થાય તે માટે સિંગલ વિંડો સિસ્ટમ દ્વારા ઈસ ઓફ ડુઈગ બિઝનેશ કેળવાય તે માટે કટિબદ્ધ છે. તેવું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી કે.પી. ડેર જણાવ્યું હતું. શ્રી ડેર સરકારી યોજનાની વિગતો આપતા જણાવેલ કે, ગુજરાત સરકારે નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી છે. આત્મનિર્ભર ભારતના ભાવને કેન્દ્રમાં રાખી પોલીસીમાં મુખ્યત્વે સર્વાંગી અને સંતુલિત પ્રદેશિક વિકાસ અને રોજગારીના તકોનું સર્જન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કુટીર કમિશનરની કચેરીની સ્વરોજગારી માટે વાજપાઈ બેંકેબલ યોજના ફરીથી કાર્યાન્વિત કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા, વેપાર શરૂ કરવા માટે મહત્તમ રૂા. ૮ લાખ સુધીની લોનની ભલામણ કરવામાં આવે છે, જે મંજુર થયેલી કેટેગરી પ્રમાણે ર૦થી ૪૦ ટકા સુધી સબસીડી સહાયની મહત્તમ મર્યાદાની અંદર મળવા પાત્ર છે.

કચ્છના ૧૮પ૦ કસબીઓએ હસ્તકળાની તાલીમ મેળવી
ભુજ : કચ્છ જિલ્લાની હસ્તકળાએ વિશ્વ પ્રસિદ્ધ તો છે સાથે સ્વરોજગારીની ઉત્તમ તકો રહેલ છે. ગામે ગામ હસ્તકળાના કસબીઓ જેમાં સવિશેષ સ્ત્રીઓ છે તેમને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે કમિશ્નર કુટીર અને ઈ.ડી.આઈ. ગાંધીનગર દ્વારા જીસીઆઈડીસીની સ્થાપના કરવામાં આવેલ છે. તેમજ ઉદ્યોગ સાહસિકતા જાગૃતતા તાલીમ તથા પાંચ દિવસના ઉદ્યોગ સાહસિક વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી જિલ્લામાં પ૭ ઈએસી શિબિરમાં ૧૪૦૦ જેટલા કારીગરોએ, ઉપરાંત ૧પ ઈડીટીપીમાં ૪પ૦ જેટલા કારીગરોએ તાલીમ મેળવી છે. ભવિષ્યમાં ડિઝાઈન તથા પ્રોડકટ ડેવલપ કરવા માટે ડોમેઈન તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છની હસ્તકળાનો વિકાસ થાય તથા તેને ટૂરીઝમ સાથે જોડી જિલ્લામાં તેમને માર્કેટ મળે અને ભુજ હાટ એક હસ્તકળાનું કેન્દ્ર બને તેવું આયોજન કલેકટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.