કચ્છમાં કોરોનાનું સંક્રમણ યથાવત્ત : 186 નવા કેસ, 8 દર્દીઓએ તોડ્યો દમ

ભુજ : કચ્છમાં બેકાબૂ કોરોના મહામારી વચ્ચે સ્થિતિ દિનપ્રતિદિન કથડી રહી છે. મહામારી વચ્ચે પ્રાયવાયુની કટોકટીને કારણે દર્દીઓની હાલત કફોડી બની છે, તો તબીબો પણ વિવસ બન્યા છે. બીજી કોરોનાના વધતા જતા પોઝિટીવ કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. તેવામાં આજે કચ્છમાં નવા 186 પોઝિટીવ કેસ નોંધાયા હતા. અને 8 દર્દીઓને આ મહામરી ભરખી ગઈ છે. તો રાજ્યમાં 24 કલાકમાં નવા 14 હજાર 327 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે આ કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 180 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. કોરોના મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જિલ્લાના મોટેભાગના શહેરોમાં નાઈટ કર્ફ્યુ અમલી બન્યો છે. તો ભુજ અને ગાંધીધામમાં તો મિનિ લોકડાઉન શરૂ થઈ ગયુ છે. તેમ છતાં જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો નથી. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પોઝિટીવ દર્દીઓનો આંક સતત ઉચકાયા બાદ 200ની આસપાસ રહ્યો છે. ત્યારે આજે પણ કોરોનાના 186 કેસો સામે આવ્યા હતા. જ્યારે કોરોનાને કારણે 8 દર્દીઓ મોતને ભેટ્યા હતા. તો આજે પણ કચ્છમાં કોરોના પોઝિટીવ 98 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ.