કચ્છમાં કોરોનાના આજે નવા 50 પોઝિટીવ કેસ

ભુજ : કોરોનાના દિન-પ્રતિદિન કોરોના મહામારીના સકંજામાં કચ્છ સપડાઈ રહ્યું છે. પોઝિટીવ કેસોના ઉમેરાની સાતે મૃત્યુઆંક પણ ઉચકાઈ રહ્યો છે. તેવામાં આજે વધુ 50 કેસો આ સરહદી જિલ્લામાં સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આજે કોરોનાથી 6 હજાર 21 દર્દી સંક્રિમત બન્યા છે. ગઈ કાલે 53ના રેકોર્ડ બાદ આજે 50 કેસ સામે આવતા જિલ્લામાં પોઝિટીવ કેસનો કુલ આંક 5467 થયો છે. તો આજે સ્વસ્થ થયેલા 20 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ. જેથી અત્યાર સુધી કચ્છમાં કુલ 4942 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે જિલ્લામાં હાલ 413 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. કચ્છમાં પ્રતિદિન 50ની આસપાસ નવા પોઝિટીવ દર્દીઓનો ઉમેરો થવાને કારણે એક્ટિવ કેસોના આંકમાં ઉછાળો નોંધાયો છે.