કચ્છમાં કોરોનાથી આજે 134 દર્દી બન્યા સંક્રમિત

ભુજ : ક્ચ્છ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉતારચડાવ વચ્ચે આજે ફરી કેસો વધ્યા છે ગઈકાલે કચ્છમાં 104 દર્દી સંક્રમિત બન્યા બાદ આજે 30 કેસના વધારા સાથે 134 દર્દીને બીમારીનો ચેપ લાગ્યો છે. રાજ્ય સરકારની યાદી પ્રમાણે ગુજરાતમાં આજે કેસો ઘટીને 4773 નોંધાયા છે તેમજ 8308 દર્દી સાજા થયા છે. કચ્છમાં આજે 134 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. જ્યારે વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે તેમજ 250 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હોવાનું રાજ્ય સરકારની યાદી જણાવે છે. કેસોના ઉતારચડાવ વચ્ચે બીજી લહેર તેના અંતિમ તબક્કામાં હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.