કચ્છમાં કોરોનાએ ફરી બેવડી સદી ફટકારી,આજે 211 કેસ

ભુજ : રાજ્યમાં બેકાબૂ બનેલી કોરોના મહામારી વચ્ચે કચ્છમાં પણ પોઝિટીવ કેસો સતત વધી રહ્યા છે ત્યારે આજે કચ્છમાં કોરોનાએ ફરી બેવડી સદી ફટકારી છે. જિલ્લામાં ગઇકાલની તુલનાએ આજે 24 કેસો વધ્યા છે આજે ક્ચ્છ જિલ્લામાં 211 દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે રાજ્યમાં કુલ 12,064 દર્દીઓને બીમારીનો ચેપ લાગ્યો છે.જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 119 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. કોરોના મહામારીના સંકજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસો વધી રહ્યા છે સામે રિકવરી રેટ ઓછો હોવાથી એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે આજે 211 દર્દી સંક્રમિત થતા કચ્છમાં એક્ટિવ કેસની સંખ્યા 3 હજારને પાર થઈ છે.કચ્છમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે સ્વૈચ્છિક લોકડાઉનરૂપી નિયંત્રણો વચ્ચે કોરોના વકરતા લોકો હવે વધુ સચેત થઈ રહ્યા છે.