કચ્છમાં કોરોનાએ આજે ફટકારી ડબલ સદી

ભુજ: કચ્છી હવે તો ચેતો, જિલ્લામાં કોરોના મહામારીનું સ્વરૂપ દિવસે-દિવસે ડરામણું બની રહ્યુું છે ત્યારે જિલ્લામાં આજે સૌથી વધુ ર૦૦ કેસો દર્જ થયા છે. છેલ્લા કેટલાક સમયથી દરરોજ ૩૦ થી ૪૦ કેસો વધી રહ્યા છે. ગઈકાલે સર્વાધિક ૧૭૬ કેસ આવ્યા બાદ આજે ર૦૦ કેસ દર્જ થતા લોકોમાં છૂપો ફફડાટ ફેલાઈ ગયો છે. રાજ્ય સરકારની યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજે ૧ર,પપ૩ લોકો કોરોના બીમારીથી સંક્રમિત થયા છે, જેમાં કચ્છમાં ર૦૦ દર્દીઓને ચેપ લાગ્યો છે. જ્યારે ૪પ દર્દીઓ સ્વસ્થ બન્યા છે. આ સાથે કચ્છમાં કુલ કેસનો આંક ૬૪૪૯ થયો છે, તો અત્યાર સુધી પરરપ દર્દીઓ સાજા પણ થયા છે. એક્ટિવ કેસનો આંક વધીને ૧૧૦૦ને પાર થયો છે.