કચ્છમાં કાગળ પર જ શૌચાલય નિર્માણનો સિનારીયો

અમિતાભ બચ્ચન કરે છે શૌચાલયની જાહેર ખબર પણ શૌચાલય બનાવવા ઈચ્છા શક્તિ અને ઉત્સાહનો અભાવ અને ભ્રષ્ટાચાર નડતરરૂપ : કચ્છ અંતરીયાળના વિસ્તારોની કોઈને નથી ખબર ! તાલુકા, ગ્રામ પંચાયતના સભ્ય તંદુરસ્તી અને ધાર્મિક મેળા માટે હરીફાઈ કરે છે અને વડાપ્રધાન ઈન્ફોર્મેશન ટેકનોલોજીની વાતો કરે છે !

બસ સ્ટેન્ડ હોય કે ચોક જાહેર શૌચાલયોમાં પાંચ રૂપીયા વિના રસીદે પડાવી લેવાય છે, ચાહે ભારતનું નં.૧ બંદર કેમ ન હોય ? પશુ આરોગ્ય મેળાનું આયોજન થાય છે ત્યારે પણ શૌચાલયો માત્ર કાગળ પર બનાવાય છે !

પ્રભારી સચિવની નિમણુંક થાય છે પણ તેઓ શું કરે છે ? કચ્છમાં મીઠાના અગરીયા માટે સાગર ખેડુ યોજના હેઠળ બનેલા શૌચાલયો કંડલા, શીરવા, બન્ના, કે તુણાપોર્ટ આગળ કયાંય બન્યા છે ? શું આરોગ્યમંત્રીને શૌચાલય નિર્માણમાં પ્લમ્બીંગના ભાવ કે ટેન્ડરની રકમોની પણ ખબર સુદ્ધાં છે ખરી?

ગાંધીધામ હાઉસીંગ બોર્ડની હાલત જોતાં શૌચાલય કયાં બનશે ? પબ્લીક માટે દબાણ કોણ હટાવશે ? જેવા સર્જાયા સવાલ

પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાન હેઠળના ઘર-ઘર શૌચાલય અથવા તો પહેલા શૌચાલય પછી દેવાયલની મહત્વકાંક્ષી યોજના ઘર-ઘર ભ્રષ્ટાચારનું ઘર બની ગઈ હોવાનું દેખાય છે ચિંતાજનક ચિત્ર

 

ગાંધીધામઃ મીઠાઉત્પાદન-ઉદ્યોગમાં દેશભરમાં ગુજરાત-કચ્છનો ડંકો વાગે છે. હકીકતમાં આવા અંતરીયાળ-દુરસદુરના વિસ્તારોમાં મીઠા પકવવાના કામો કરનારા શ્રમિક વર્ગને જઈને કોઈ પુછે કે શૌચાલયોની સેવા તેઓને સુલભ થવા પામી છે ખરી? અરે શૌચાલયો તો શું પીવાના પાણીમાં ગટરના પાણી ભળેલા અહી આવી રહ્યા હોવાની સ્થિતી છે? અરજીઓ પર અરજીઓ કરવા છતા અહી આવી પ્રાથમિક સુવિધાઓ મળવી દુષ્કર બની જતી હોય છે. ઓળખાણ કઢાય ત્યારે તો કામગીરી થતી હોવાના પ્રત્યુતરો અપાય છે.ત્યારે અહી શૌચાલય માટેની સ્થિતી તો કેવી હશે? અરે અહી નહી જિલ્લાના મુખ્ય શહેરો અને ગ્રામીણ મુખ્ય કેન્દ્રોમાં પણ સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગતના શૌચાલય નિર્માણને લઈને ઠેર-ઠેરથી સમયાંતરે સવાલો ઉભા થવા પામી રહ્યા છે.અરે પૂર્વ કચ્છમાં જ વાત કરીએ તો, આદીપુર મૈત્રી રોડ મેઈન રોડ છે ત્યાં એકપણ જાહેર શૌચાલય નથી. લોકો ભર બજારે ઉભા ઉભા હાજત કરે છે. શાકમાર્કેટ ગાંધીધામ, કંડલા આદીપુર, અંજાર, કોઈ સરકારી શૌચાલય જોવા મળતું નથી. મળે તો પાણી ન હોય, અને પાણી હોય તો લાઈટ નથી હોતી. પૈસા ખર્ચી સુલભ શૌચાલયનો ન્હાવા, શૌચ માટે જવું પડે છે. દરવાજો કોન કાઢી જાય છે નળકા કોણ કાઢે છે, અરે આખે આખું શૌચાલય ગુમ કયાં થઈ જાય છે?તપાસ અધિકારી રાબેતા મુજબ તપાસ કરી રીપોર્ટ મોકલે છે સચીવને અને શ્રમીક કે ગરીબ બહેન દીકરીઓ જે જાહેરમા શૌચ કરીને ક્ષોભ અનુભવતી જ રહી જાય છે.
શૌચાલય પ્રધાનમંત્રી યોજના હેઠળ સરકાર ર૦૧૩માં કહ્યું ગુજરાતમાં ર૦ લાખ બીપીએલ, રપ લાખ એપીએલ કાર્ડધારકોને સ્વચ્છ ગુજરાત થકી શૌચાલય બન્યા છે. કચ્છમાં કેટલા બન્યા, ગરીબ કલ્યાણ મેળાના નામે તો શૌચાલય બન્યા હશે તેમજ ગવર્મેન્ટ શાળામાં ૧૩૬૮પ અને આંગણવાડીમાં રપ૩૦૭ શૌચાલય ગુજરાત ગવરમેન્ટ ર૦૧૩ સુધી બનાવ્યા. પ્રતિ શૌચાલય માટે રાજય ૪પ૦૦ રૂા.ની સહાય કરી આમ ગુજરાતમાં ૪ લાખ શૌચાલય સરકારની મદદથી બન્યાનો દાવો છે અને તે માટે ર૦૧૩ પહેલા ૧પ૮ કરોડ ખર્ચાયા? કચ્છમાં કેટલાએ આ યોજનાનો લાભ લીધો? પૈસા મેળવવા માટેજ કોઈ જાણે છે પે એન્ડ યુઝ ૧૭૦૦ શૌચલય બન્યા, ઝુંપડપટીમાં કચ્છની ઝુંપડપટ્ટીમાં એક પણ બન્યા નથી. પ્રાથમિક સરકારી શાળામાં ર૦૦૧ થી પરર૬૪ શૌચાલય, કુમાર કન્યા માટે ગુજરાતમાં બંધાણા કચ્છમાં કેટલા બંધાણા…! પ્રાથમિક સ્કુલમાં મકાન કે દિવાલ ન હોય તો શૌચાલય કયાંથી બન્યું હોય? ધરતીકંપમાં વિશ્વની રાહત રસ્તાઓ પર ઉતરી પડી તો ભંડોળનો અહેવાલ ફીનાઈન્સીલ કોનીપાસે? અમુક પંચાયતનું કોમ્પયુટરાઈઝેશન થયું છે પણ શૌચાલયની હાલત જોઈ હસવું આવે છે? આ યોજનાનું વાયબ્રન્ટ તાલુકા થકી તાલુકા સરકારે કેટલા કન્સ્ટ્રકશન કર્યા? શૌચાલયો આરોગ્યમંત્રી શૌચાલયના પ્લમ્બરના ભાવ ખબર છે ખરા?
ગ્રાન્ટની ફાળવણી કરી સત્તાનું વિકેન્દ્રીકરણ કરાયું પણ આજે આદીપુરના નવા બનેલા બસ સ્ટેન્ડના શૌચાલયમાં પાણી નથી.શૌચાલયમાં પાણી કેમ નથી હોતું? કોણ ખાલી કરી નાખે છે? દારૂની થેલી ખાલી અમુક શૌચાલયમાં જોવા મળે છે. ખેત મજુરો, કચ્છમાં આવતા ગોધરા મજુરને ઓળખકાર્ડ મળે છે પણે શૌચાલય જાહેરમાં જ જવું પડે? આ બધી કોની બલિહારી?