કચ્છમાં ઔદ્યોગિક વપરાશ માટે ઓક્સિજનના પુરવઠાની ફાળવણી પર પ્રતિબંધ

હોસ્પિટલોમાં ૩૦થી વધુ ખાલી સિલીન્ડર રાખી શકશે નહીં : અધિક જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

ભુજ : કોરોના મહામારીની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રયાસો પૂરજાેશમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે મેડિકલ ઓક્સિજનની માંગ અને પુરવઠાને પહોંચી વળવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.  અધિક જિલ્લા કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ ધી એપેડેમિક ડીઝીસ એક્ટ ૧૮૯૭ તળે હુકમ કર્યો છે કે ઔદ્યોગિક હેતુના વપરાશ માટે ઓક્સિજનના પુરવઠાની ફાળવણી પ્રતિબંધિત કરવામાં આવે છે તેમજ હોસ્પિટલો ૩૦ કે તેથી વધુ ઓક્સિજનના ખાલી સિલીન્ડર રાખી શકશે નહીં. આ બાબતે કોઈ પણ પ્રકારની અનિયમિતતા ધ્યાને આવશે તો જવાબદાર મેન્યુફેક્ચર, સપ્લાયર્સ, પર્ચેઝર વિરૂદ્ધ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલના નોડલ ઓફિસર કે ડેઝીગ્નેટેડ વ્યક્તિઓએ ઓક્સિજનના નિયમિત પુરવઠા માટે ટ્રેડર્સ, મેન્યુફેક્ચર્સના સંકલનમાં રહેવાનું રહેશે. જાે કોઈ પ્રશ્ન ઉભો થાય તો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના નંબર ૦ર૮૩ર – રપર૩૪૭, રપ૧૯૪પ પર સંપર્ક કરવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  નોંધનીય છે કે, જિલ્લાના ઓક્સિજન મેન્યુફેક્ચર્સ કચ્છ ગેસ, અગ્રવાલ એન્ડ કાું., એમડીએસ ગેસ પ્રા.લિ., ઝીલ એનર્જી ઈન્ડસ્ટ્રીઝ, ચંદન ગેસ, ઈલેક્ટ્રોથર્મ તેમજ ટ્રેડર્સ રાજશ્રી એન્ટરપ્રાઈઝ, શ્રીજી કાર્બોનિક ગેસ, આશાપુરા ટ્રેડર્સ, કચ્છ ઓ-ર એન-ર સપ્લાયર્સ, આર્ય કોર્પોરેશન, અશ્વદ્વિપા ગેસ અને પાર્થ એન્ટરપ્રાઈઝ કઈ હોસ્પિટલોને જથ્થો પૂરો પાડશે તેની સંકલિત માહિતી જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરી તેનું સુચારૂ અમલ શરૂ કરી દેવાયો છે.