કચ્છમાં આંગણવાડી કક્ષાએ કુલ ૪૬૧૧ શ્રમયોગીના “શ્રમશક્તિ પહેચાન” U WIN કાર્ડ બન્યા

ભારત સરકારના અસંગઠિત શ્રમયોગી સામાજિક સુરક્ષા અધિનિયમ ૨૦૦૮ ની કલમ  ની જોગવાઈ મુજબ રાજ્યના અસંગઠિત શ્રમયોગીઓની  નોંધણી કરી તેઓને “શ્રમ શક્તિ પહેચાન” હેઠળ   U WIN (Unorganized worker Identification Number ) આપવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે અસંગઠિત શ્રમયોગી સામાજિક સુરક્ષા અધિનિયમ ૨૦૦૮ ની કલમ-૦૨ થી વ્યાખ્યાયિત કર્યા મુજબ એટલે અસંગઠિત શ્રમયોગીઓ હોમબેઝડ વર્કર( ઘરેલું શ્રમ યોગી) સેલ્ફ એમ્પ્લોઈડ વર્કર(સ્વરોજગાર મેળવતા શ્રમયોગી) અથવા વેજ વર્કર ( વેતન શ્રમયોગીનો )સમાવેશ થાય છે. જે વ્યક્તિની માસિક આવક રૂ.૧૦,૦૦૦ કે તેથી ઓછી હોય તે વ્યક્તિ  અસંગઠિત શ્રમયોગીની નોંધણી ભારત સરકાર શ્રી દ્વારા કાર્યરત Common Services Centre (CSC) અને આંગણવાડી કક્ષાએ કરવાની થાય છે.

કચ્છ જિલ્લામાં કાર્યરત દરેક આંગણવાડી દિઠ ૧૦ U WIN કાર્ડ બનાવવાનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ તે  મુજબ કચ્છ માં આઈસીડીએસ શાખાના  જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ  ઈરાબેન ચૌહાણ ની સૂચના અનુસાર તમામ તાલુકાના આંગણવાડી કેન્દ્રો માં કામગીરી કરવામાં આવેલ છે જે અત્યાર સુધી આંગણવાડી કક્ષાએ કુલ ૪૬૧૧  શ્રમયોગી ના “શ્રમ શક્તિ પહેચાન” હેઠળ   U WIN કાર્ડ બનેલ છે  જિલ્લા પ્રોગ્રામ ઓફિસર(સંબાવિયો)  દ્વારા જણાવાયું છે.