કચ્છમાં અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ ના ૫૯ પૈકી ૪૫ આસી. નર્સિંગ તાલીમાર્થીઓને મળી રોજગારી

વર્ષ ૨૦૧૯-૨૦ બેચને ૭૫ ટકા સફળતા : વધુ એક બેચનો પ્રારંભ

ભુજ : અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ ભુજ આયોજિત જનરલ ડ્યૂટી આસિસ્ટન્ટ- જીડીએ (આસી.નર્સ)ની ૨૦૧૯-૨૦માં ઉતીર્ણ તાલીમાર્થીઓ પૈકી ૪૫ને કચ્છની જુદી જુદી હોસ્પિટલમાં ૪૫ તાલીમાર્થીઓને આસી. નર્સ તરીકે રોજગારી પ્રાપ્ત થતાં સ્કિલ ડેવ. કાર્યક્રમને ૭૫ ટકા સફળતા મળી હતી. એમ ભુજ ખાતે ૩૦ તાલીમાર્થીઓની શરૂ થયેલી વધુ એક આસી. નર્સિંગ તાલીમ અભ્યાસ કોર્ષના ઉદ્‌ઘાટન પ્રસંગે જણાવ્યુ હતું .
જી.કે. જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલા સ્કિલ ડેવલોપમેન્ટ કચેરી અંતર્ગત દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ મેડિકલ કોલેજના સભાખંડમાં આ વર્ષની બેચનું ઉદ્દઘાટન કરતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હનુમંતસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સ્કિલ ડેવલોપમેન્ટના માધ્યમથી વ્યક્તિમાં રહેલી કોઈ એક વ્યવસાય પરત્વેની કુશળતાનો વિકાસ કરી વ્યવસાય કે રોજગારી પ્રાપ્ત થઈ શકે છે.
આ પ્રસંગે અદાણી મેડિકલ કોલેજના ડિન ડો. એ.એન.ઘોષ, એસો. ડીન ડો. એન.એન.ભાદરકા તથા ગ્રામ વિકાસ એજન્સીના લાઈવલી હૂડ મેનેજર ભાવિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં સ્કિલ ડેવલોપમેન્ટ ભુજના કો-ઓર્ડિનેટર સાગર કોટકે સ્વાગત કરતાં સ્કિલ ડેવલોપમેન્ટ યોજનાની માહિતી આપતા જણાવ્યુ હતું કે, કચ્છમાં સ્કિલ ડેવલોપમેન્ટ સફળતા તરફ અગ્રેસર છે. અહી ઉતીર્ણ તાલીમાર્થીઓને ચરણબધ્ધ વિવિધ સ્થળોએ ખાસ કરીને હોસ્પિટલમાં રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. પરિણામે આવા તાલીમી કાર્યક્રમોનો ઉત્સાહ બેવડાયો છે. વર્તમાન આસી. નર્સિંગ તાલીમાર્થીઓને કોમ્પ્યુટર, સ્પોકન ઇંગ્લિશ અને સોફ્ટ સ્કિલની પણ તાલીમ આપવામાં આવશે.
આ પ્રસંગે ગત બેચના ઉતીર્ણ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. નવા તાલીમાર્થીઓને તાલીમી કિટ, અગાઉના સફળ તાલીમાર્થીઑ મુરાભાઈ ધૂવા, કાનજીભાઇ ફફલ તથા સાહીસ્તા ખોજાએ પ્રતિભાવ આપ્યા હતા. ટ્રેનર અસ્મિતા જેઠીએ આભારદર્શન અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ નીરવ લેઉવાએ સંચાલન કયું હતું. તમામ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટનો સ્ટાફ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.