કચ્છનો જનાદેશ : ૪માં ભાજપ-રમાં કોંગ્રેસનો ડંકો

કચ્છને ચાર નવા ચહેરાઓ મળ્યા : માલતીબેન મહેશ્વરી, પ્રદુમ્નસીહ જાડેજા, વીરેન્દ્રસિહ જાડેજા, અને સંતોકબેન આરેઠીયા : દિગ્ગજ અને અનુભવીઓ સામે કચ્છની પ્રજાએ ફ્રેશ પ્રતીભાઓનો કર્યો સ્વીકાર

 

 

ભાજપને ચાર બેઠકો જાળવી : વાગડ-અબડાસા બેઠક કોંગ્રેસે આંચકી : વિજેતા ઉમેદવારોએ ઠેર ઠેર મનાવ્યા વિજય
વિશ્વાસ : જીતેલા ઉમેદવારોની છાવણીમાં આનંદનો ઉન્માદ : હારેલા ઉમેદવારોએ પ્રજાજનો સાથે રહેવાનો વ્યકત કર્યો કોલ

 

કચ્છના પૂર્વ અને પશ્ચીમ છેડે કાંગ્રેસ
ભુજ : આજરોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી પરીણામોમા રાજયની પ્રથમ ક્રમાકીત એવી અબડાસા બેઠક અને જીલ્લાની અંતીમ એવી રાપર બેઠક પર કોંગરેસનો વિજય થયો હતો. આમ કચછના બે ખુણે કોંગ્રેસ અને મધ્યમા ભાજપા એવુ ચિત્ર ઉપસ્યુ હતુ. ભાજપાએ માંડવી- ભુજ-અંજાર અને ગાંધીધામ બેઠક પર સળતા મેળવી હતી પણ અબડાસા અને રાપર બેઠક પર પરાજય થયો હતો.

 

 

કચ્છના રાજકારણમાં મહીલાઓનુ પ્રભુત્વ વધ્યું
ગાંધીધામ : કચ્છમાં વિધાનસભાની ચૂંટણી ર૦૧૭માં ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીયપક્ષોમાથી ત્રણ મહીલા ઉમેદવારો પણ ચૂંટણી લડયા હતા. જેમાથી વાગડમા કોંગ્રેસના સંતોકબેન ભચુભાઈ આરેઠીયા અને ગાંધીધામમા માલતીબેન મહેશ્વરી, તો ભુજમા ડો.નીમાબેન આચાર્યનો વિજય થવા પામી ગયો છે ત્યારે કચ્છની છ બેઠકોમા મહીલા ધારાસભ્યોનુ વજન અને પ્રભુત્વ વધવા પામી ગયુ છે.તેમ કહેવુ વધારે પડતુ નહી કહેવાય.

 

 

ગાંધીધામ-અંજાર- ભુજ-માંડવી બેઠક ભાજપે જાળવી
ભુજ :કચ્છની છ બેઠકામાથી ગત ટર્મમા રાબેતા મુજબ જ પાંચ અને એકનો રેશીયો જાળવ્યો હતો જેમા અબડાસા બેઠક પર કોંગ્રેસ તો અનય પાંચ બેઠકો પર ભાજપનો કબ્જા હતો આવા સમયે હવે છ બેઠકોમાથી ભાજપ દ્વારા ગાધીધામ-અંજાર બેઠકને જાળવી છે તો વાગડ અને અબડાસા બેઠક ભાજપના હાથમાથી સરી જવા પામી હોવાનો વર્તારો ખડો થવા પામી ગયો છે. ગાંધીધામમા માલતીબેન મહેશ્વરી તો અંજારમા વાસણભાઈ આહીરનો જવલંત વિજય થવા પામી ગયો છે. તો ભુજ બેઠક પર ડો.નીમાબેન આચાર્યનો પણ વિજય થવા સાથે માંડવીમાં વિરેન્દ્રસિંહ જાડેજાનો વિજય નિશ્ચીત જ થઈ ગયો હેવાનો વર્તારો સામે આવ્યો છે.

 

લોકશાહીમા પ્રજાનો વીશ્વાસ જાળવવા બેલેટ પેપર તરફ જ વળવુ પડશે : શકતીસિહ ગોહીલ
ભુજ : આજ રોજ રાજયભરની હાઈપ્રોફાઈલ બેઠકો પરની એક એવી કચ્છની માંડવી બેઠક પર ભાજપના વિરેન્દ્રસિહ જાડેજાની સામે કોંગ્રેસના કદાવર અને રાષ્ટ્રીય પ્રવકતા એવા શકિતસિહ ગોહીલ ચુંટણી લડયા છે જેઓની અહીથી હાર થવા પામી છે ત્યારે તેઓએ પ્રતિક્રીયા આપતા કહ્યુ હતુ કે પ્રજાજનોનો અપાર સ્નેહ મળેલો છે. લોકશાહીમા જા પ્રજાજનોનો વિશ્વાસ જાળવી રાખવો હશે તો ફરીથી ચૂટણી બેલેટ પેપરથી જ યોજાય તે તરફ વળવુ પડશે તેવી વાત શ્રી ગોહીલે કરી હતી અને સર્વે મતદારો, પ્રજાજનોન-કાર્યકર્તાઓ સહીતનાઓ પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો.

 

 

વાગડ-અબડાસા કોંગ્રેસે આંચકી
ગાંધીધામ : કચ્છમાં કોંગ્રેસનો જનાધર વધ્યો છે તમ કહેવુ તો કહી શકાય. આજ રોજ જાહેર થયેલી છ બેઠકોના પરીણામોની વાત કરીએ તો અબડાસા અને વાગડ બેઠક ભાજપની પાસે હતી અને તે બન્ને બેઠકો પર કોંગ્રેસ દ્વારા આંચકી લીધી હોવાનો વર્તારો ખડો થવા પામી રહ્યો છે. વાગડ બેઠક પર સંતોકબેન ભચુભાઈ આરેઠીયા જયારે અબડાસામા પણ કોગ્રેસના પ્રદુમ્નસિહ જાડેજાનો વિજય થવા પામ્યો છે.

 

 

સરકાર અમારી જ છે-પ્રજાના કામ માટે સજજ રહીશ : પંકજ મહેતા
ગાંધીધામ : રાપરની બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજભાઈ મહેતાની સંતોકબેન આરેઠીયા સામે હાર થવા પામી છે ત્યારે તેઓએ આજ રોજ પ્રતિક્રીયા આપતા કહ્યુ હતુ કે, વાગડની પ્રજાનો ચુકાદો શિરોમાન્ય રહેશે. કયાક અન્ય ઉમેદવારો ઉભા રહેતા હાર-જીતના સમીકરણો બદલાયા છે. ગુજરાતમા સરકાર તો ભાજપની જ બની રહી હોવાથી હવે પ્રજાજનોના કામો કરવાને માટે સદાય કટિબદ્ધ રહીશુ તેવી ખાત્રી ઉચ્ચારી હતી.

 

 

પ્રજાનો ચુકાદો શિરોમાન્ય :છબીલભાઈ પટેલ
ગાંધીધામ : અબડાસા બેઠક પર ભાજપની બેઠક પરથી ચૂંટણી લડેલા છબીલભાઈ પટેલની આજ રોજ પ્રદુમ્નસીહની હાર થવા પામતા છબીલભાઈએ કહ્યુ હતુ કે પ્રજાજનોનો ચુકાદો શીરોમાન્ય છે. અબડાસાની પ્રજાની સાથે રહી અને સદાય તેમના કાર્યોમા મદદરૂપ થવાને માટે કટિબદ્ધ રહીશુ.

 

 

 

 

 

ગાંધીધામ : ગુજરાત સહિત કચ્છની પણ છ એ છ બેઠકોના આજ રોજ ભારે ઉત્કંઠા અને આતુરતા વચ્ચે પરીણામો બહાર આવવા પામી  રહ્યા છે. વહેલી સવારથી જ ભુજ ઈન્જીનીયરીંગ કોલેજમા હાંજા થીજવતી ઠંડી વચ્ચે જ જેમ જેમ તબક્કાવાર પરીણામો બહાર આવતા ગયા તેમ તેમ રાજકીય ગરમાવો વધતો જાવા મળી આવ્યો હતો.
કચ્છમા નવર્સજન આવશે કે વિકાસ મોડેલનો થશે સ્વીકાર? તે તમામ અટકળો અને અનુમાનનો પણ આ સાથે જ અંત આવી જવા પામી ગયો છે. આજ રોજ કચ્છની છ એ છ બેઠકોના બહાર આવેલા પરીણામોમા છમાથી ભાજપના ફાળે૪ જયારે કોંગ્રેસના ફાળે રબેઠકો આવવા પામી હતી. ભાજપના ફાળે જે બેઠકો આવવા પામી છે તેમાં ગાંધીધામ,અંજાર,ભુજ,માંડવી ત્યારે કોંગ્રેસના ફાળે ગયેલી બેઠકોમા રાપર અને અબડાસા બેઠકનો સમાવેશ થવા પામી ગયો છે.
અબડાસા બેઠક પર આજ સવારથી જ કોંગ્રેસના ઉમેદવારે સરસાઈ મેળવી હતી જેમા છેલ્લે સુધી મચક નહોતી આપી અને સરસાઈ જાળવી રાખી હતી તે બાદમા માંડવી બેઠક પર પણ ભાજપના ઉમેદવારની લીડ તોડવામા કેંગ્રેસ અસક્ષમ જ રહવા પામી હતી તો વળી ભુજ બેઠક પર એક તબક્કે પારંપરીક રીતે કોંગ્રેસના ઉમેદવાર ર૦ હજારની લીડ મેળવી ગયા હતા પરંતુ બપોરના ૧ વાગ્યાથી ભાજપના ઉમેદવારે અચાનક જ વિજય ભણી દોટ મુકી હતી. અંજાર બેઠક પણ વાસણભાઈનો વિજય નિશ્ચીત હોય તે રીતે જ ઘોષીત થવા પામી ગયો હતો તો વળી ગાંધીધામના ભાજપના ઉમદવાર સૌ પ્રથમ વિજેતા જાહેર થયા હતા. જયારે વાગડમા પણ કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આજ રોજ જાહેર થયેલા પરીણામોમા કચ્છની પ્રજાએ છ પૈકીના ચાર વિજેતાઓમા ચાર બેઠકો પર નવા ચહેરાઓને આવકાર આપ્યો હોવાનો વર્તારો જાવામા આવી રહ્યો છે. ગાંધીધામની બેઠકમા પણ માલતીબેન મહેશ્વરી, અબડાસામા પ્રદુમ્નસિહ જાડેજા, માંડવીમા વિરેન્દ્રસીહ જાડેજા જયારે વાગડમા સંતોકબેન આરેઠીયાનો સમાવેશ થવા પામી રહ્યો છે. આ તમામ વિજેતા ઉમેદવારોની છાવણીમા પરીણામો જાહેર થવાની સાથે ખુશીની લહેર ફરી વળી હતી અને ઠેર ઠેરથી અભિનંદન વર્ષા સાથે વજયોત્સવ મનાવવામા આવ્યા હતા જયારે હારેલાઓની છાવણીમા સોપો પડી ગયો હતો.