કચ્છનો ખાવડા પાસેનો ઈન્ડીયા બ્રીજ ગુજરાત પોલીસને સોંપાશે

image description
  • ઈન્ડો-પાક બોર્ડર મુેદ્દે મોટા સમાચાર

બીએસએફ હસ્તકનો બ્રીજ આવતીકાલે પોલીસને સોપાશે : એશીયાના સૌથી મોટા સોલારપાર્ક નિર્માણને લઈને ફેરફારના એંધાણ : મજુરો, વાહનો, મોટી મશીનરી સહિતનાઓની હેરફેર વધારે સરળ બની શકે

ગાંધીનગર : ભારત અને પાકીસ્તાનની સરહદને સ્પર્શતા કચ્છના ખાવડા વીસ્તારના ઈન્ડીયા બ્રીજ વિસ્તાર હાલના સમયે જેની સુરક્ષા સીમા સુરક્ષા દળ હેઠળ રહેલી છે તેને આવતીકાલે ૧ એપ્રીલના રોજ ગુજરાત પોલીસને સુપરત કરવામા આવી શકે છે તેવા અહેવાલો સામે આવવા પામી રહયા છે. નોધનીય છે કે, કચ્છન સરહદમાં તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એશીયાનો સૌથી મોટા સોલાર એનર્જી પાર્કન નિર્માણનુ વચ્યુઅલી લોન્ચીગ કરવામા આવ્યુ હતુ. ત્યારે હવે આવતીકાલે ૧ એપ્રીલના રોજ ગુજરાત પોલીસને ખાવડા પાસેનો ઈન્ડીયા બ્રીજ સોપવામા આવી રહ્યો હોવાથી અહી મજુરોની અવરજવર સહિતનુ વધુ સરળ બની શકે તેમ છે. તો વળી ગાંધીનગર ગુજરાત ફ્રન્ટીઅર બીએસઅફના પીઆરઓની યાદીમાં જણાવ્યા મુજબ સોલારપાર્ક સ્થાતો હોવાથી બીએસએફ દ્વારા ઈન્ડીયા બ્રીજ ૧ એપ્રીલના રેાજ ગુજરાત પોલીસને સોપી દેવાનુ પ્રેસ યાદીમાં જ જણાવાયુ છે. આ યાદીમાં જણાવાય અનુસાર અહી આવી રહેલા રીન્યુએબલ એનર્જી પાર્કને લઈને મોટી સખ્યામાં અલગ અલગ ડેવલોપર્સ અહી આવી રહ્યા છે. ઈન્ડીયાબ્રીજથી આગળના ભાગે વીન્ડ પાવર યુનિટ સહિતનાઓ સ્થપાઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં મજુરો, વાહનો, ભારે મશીનરી અને સાધનો આ વિકાસની પ્રવૃતીમાં ઈન્ડીયા બ્રીજથી આગળના ભાગે જોડાયેલા છે. જેના પગલે હવે પોલીસતંત્ર ઈન્ડીયા બ્રીજ પર સલામતી સહિતની વ્યવસ્થાઓ આવતીકાલથી સંભાળશે. જો કે, આ બાબતે પશ્ચીમ કચ્છ એસપી સૌરભસિંગ દ્વારા હજુ સુધી આ બાબતે તેઓને સત્તાવાર રીતે કોઈ જ પત્ર મળ્યો ન હોવાથી ધ્યાને ન હોવાનુ જણાવ્યુ હતુ.