કચ્છને મળ્યા મદદનીશ ખેતી નિયામક

ભુજ : પી.એસ.આઈની સાથે આજે રાજ્યનાં કૃષિ વિભાગ દ્વારા પણ વર્ગ-૧ અને વર્ગ-૨નાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમા વર્ગ-૧નાં ૬૦ જેટલા અધિકારીઓને બદલવામાં આવ્યા હતા. જેમા બનાસકાંઠાના પાલનપુરમાં મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા કિરણસિંહ ઓધારસિંહ વાઘેલા ભુજમાં બદલી કરવામાં આવી છે. તો વર્ગ-૨નાં નાયબ ખેતી નિયામક કક્ષાનાં ૨ અધિકારીઓની આંતરિક કચ્છમાં જ બદલી થઈ છે. જેમા બી.જે પટેલને ભુજ-ભચાઉથી ભુજ-અંજારમાં બદલી કરાઈ છે. જ્યારે બી.એમ સુથારને ભુજ-અંજારથી ભુજ-ભચાઉમાં મૂકાયા છે.