કચ્છને નર્મદાનું વધારાનું પાણી આપવાના નિર્ણયને પૂર્વ રાજયમંત્રીએ આવકાર્યુુ

ભુજ : કચ્છને નર્મદાનું વધારાનું ૧ મીલીયન એકરફીટ પાણી આપવાનું નિર્ણય રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે. તે નિર્ણયને રાજયના પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડાએ આવકાર્યો હતો. શ્રી છેડાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપતા જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી અનેક રજુઆતો પછી કચ્છના પાણીના આ પ્રાણપ્રશ્નને જે મુખ્યમંત્રી લાગણી બતાવી છે એ કચ્છના ખેડૂતો માટે અષાઢીબીજ જેવો પ્રસંગ ઉત્પન્ન થયો છે અને હજુ પણ ભવિષ્યમાં કચ્છના છેવાડાના બે તાલુકા લખપત અને અબડાસાનો આ યોજના અંદર સમાવેશ થાય તેવી વિનંતી કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે મેઈન કેનાલનું કામ પણ રજુઆતો પછી જે રીતે આગળ વધ્યું છે તેવી જ રીતે ચોમાસા પછી કચ્છને નર્મદાના વધારાના ૧ મીલીયન એકરફીટ પાણી માટે જે નાણાકીય જાેગવાઈ થઈ છેે. તેનું કામ પણ યુધ્ધના ધોરણે શરૂ થાય તેવી લાગણી તારાચંદભાઈએ વ્યક્ત કરી હતી.