કચ્છને ટુંકમાં જ મળશે નવા DEO-DPEO

મધુકાંત આચાર્ય નિવૃત થતા ખાલી પડેલી જગ્યા ભરશો તો સસ્તી પ્રસિદ્ધીમાં જ માત્ર અને માત્ર રાચ્યા રહેતા બી.આર. ઝરઘેલાના સ્થાને ડીપીઈઓ તરીકે કચ્છી અધિકારી મુકાવવાની ચર્ચા

 

અંજાર ખાતેની શાળામાં પ્રીન્સીપલ તરીકે રહી ચુકેલા, અગાઉ ઈન્ચાર્જ ડીપીઈઓ પદે સેવા બજાવી ચુકેલા અને હાલમાં પણ મોરબી-રાજકોટ જેવા બે મહત્વપૂર્ણ જિલ્લાઓ સંભાળી રહેલા અધિકારીની કચ્છમાં નિમણુકની ચર્ચા જોરમાં

 

ગાધીધામ : કચ્છમાં જિલ્લા માધ્યમિક શિક્ષણતંત્ર પાછલા એકાદ-બે માસથી ભારે ચર્ચાના એરણે છે. અહીના અધિકારી આમ તો ગત માસે જ નિવૃત થઈ ગયા છે પરંતુ તેઓના કાર્યકાળમાં થયેલી ભરતીનો મુદો સચિવાલય કક્ષાએ ગાજી ચૂકયો છે અને તેઓને આ પૈકીના જ ભુજના કિસ્સામાં કયાંકને કયાંક નિયામક કક્ષાએ તપાસ કરવામા આવી ચૂકી છે. તે વચ્ચે જ જીલ્લા માધ્યમિક શિક્ષણાધીકારીનો ચાર્જ ડીપીઈઓ પાસે રહેલો છે. કચ્છ વીશાળ જિલ્લો છે. બન્ને અલાયદા અધીકારીઓ કાર્યભાળ સંભાળતા હતા ત્યોર પણ વિવાદો ઉભા થઈ ગયા છે તેવામાં એક અધિકારી કયા કયા વહીવટમાં પહોંચે?  આ બાબતે અંતરંગ વર્તુળોમાંથી વહેતી થયેલી ચર્ચાઓ અનુસાર ટુંક જ સમયમાં કચ્છને નવા ડીઈઓ અને ડીપીઈઓ મળવા પામી શકે તેવી તેયારીઓ આરંભવામા આવી ચૂકી છે.મધુકાંત આચાર્ય નિવૃત થતા ખાલ પડેલી જગ્યા ભરાશે તો સસ્તી પ્રસિદ્ધીમાં જ માત્ર અને માત્ર રાચ્યા રહેતા બી.આર. ઝરઘેલાના સ્થાને ડીપીઈઓ તરીકે કચ્છી અધિકારી જુ ટુંકમાં મુકાવાવની ચર્ચા સામે  આવવા પામી રહી છે. અંજાર ખાતેની શાળામાં પ્રીન્સીપલ તરીકે રહી ચુકેલા, અગાઉ ઈન્ચાર્જ ડીપીઈઓ પદે સેવા બજાવી ચુકેલા અને હાલમાં પણ મોરબી-રાજકોટ જેવા બે મહત્વપૂર્ણ જિલ્લાઆનો એકીસાથે સફળ કાર્યભાર સંભાળી રહેલા અધિકારીની કચ્છમાં નિમણુકની ચર્ચા જાર પકડી રહી છે. અગાઉ અંજારમાં ડીવી ખાતે સેવા બજાવી ચૂકેલા આ અધિકારીને ડીઈઓ પદે કે ડીપીઈઓ પદે મુકાય છે તે મામલે તરેહતરેહની ચર્ચાઓ થવા પામી રહી છે.