કચ્છનું તંત્ર ગોર ફરમાવે : રેમડીસિવર ઈન્જેકશન દર્દીઓને કરાવો ઉપલબ્ધ

ઈન્જેકશનના અભાવે સ્થિતી વધુને વધુ વણસી રહી છે : જથ્થો ઉપલબ્ધ ન હોય તો પુરો કરાવો, અછત વાસ્તવિક હોય કે કૃત્રિમ સત્ય બહાર લાવો, યેન-કેન પ્રકારેણ રેમડેસીવરનો હોબાળો ડામીને દર્દીને-લાભાર્થીને ઉપલબ્ધ કરાવવા સૌ કોઈ આદરે સહિયારા પ્રયાસો તે જ સમયનો તકાજો

ગાંધીધામ : કોરોનાની મહામારીના બીજી લહેરે ગુજરાત -કચ્છમાં પણ હાહાકાર મચાવી દીધાની સ્થીતી છે.
મહાનગરોમાં તો હાલત રોજ બરોજ બદથી બદતર થવા પામી રહી છે. એક ઝાટકે કેસોમા એટલો ચિંતાજનક ઉછાળો આવવા પામી ગયો છે કે હવે તંત્રની તમામ વ્યવસ્થાઓ જાણે કે ટુંકી પડી રહી હોય તેવી અવદશા સર્જાઈ છે અને તેમાય પણ ખાસ કરીને કોરોનાના દર્દીઓમા સંક્રમણને અટકાવવા માટે કારગત નીવડતા રમેડેસીવર ઈન્જેકશનની અછતથી વધારે સ્થીતી બગડી રહી છે.રેમડેસીવર ઈન્જેકશન કોરોનાના સંક્રમણને અટકાવવા અને દર્દીને રીકવર થવાને માટે કારગત જ નીવડતું રહે છે. દરમ્યાન જ કચ્છમાં પણ આ ઈન્જેકશનની અછત હોવાની બૂમરાડ સામે આવવા પામી રહી છે. કચ્છનુ વહીવટીતંત્ર આ દીશામાં હરકતમો હોવાનુ બતાવાય છે ત્યારે બીજીતરફ જાણકારો દ્વારા સ્પષ્ટ ટકોર કરાય છે કે, રેમડેસીવર ઈન્જેકશનની ખાત્રીઓ માત્ર નહી બલ્કે ખાનગીમાં હોય કે સરકારીમાં દર્દી દાખલ હોય પરંતુ આ ઈન્જેકશનની પુરતી ઝડપભેર-વિના વિલંબે કચ્છ આખામાં થવા પામી જાય તેવી રીતે વ્યવસ્થાઓ-માળખા ઉભા કરવા ઘટે. નોધનીય છે કે, રેમડેસીવર ઈન્જેકશનના અભાવે જ દર્દીઓ કણસી રહ્યા છે અને સ્થીતી વધુને વધુ વણસી રહી છે. કચ્છનુ તંત્ર આ બાબતે પ્રાથમીકતાના ધોરણે વિચારે તે જ સમયનો તકાજો બની રહ્યો છે.