કચ્છની તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી

ભુજ : વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રથમ યાદી આજે સવારે 10 વાગ્યાં સુધી માં જાહેર થશે. તે પહેલા પાર્ટી હાઈ કમાન્ડ દ્વારા ઉમેદવારોને ટેલિફોન દ્વારા તૈયાર રહેવા સૂચના આપી દેવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
કચ્છ ની છ બેઠકો માટેની વાત કરીયે તો અબડાસામાં પ્રદ્ધુમનસિંહ જાડેજા ને રિપીટ કરાયા છે. માંડવી માં અનિરુદ્ધ દવે, ભુજ માં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, અંજાર થી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઇ છાંગા (માસ્તર ) નું નામ નક્કી થયાં છે. અનામત ગાંધીધામ બેઠક પર માલતીબેન મહેશ્વરી ને રિપીટ કરાયા છે, જયારે રાપર બેઠક માટે હાલે માંડવી ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ને ટિકિટ અપાઈ છે. તમામ ઉમેદવારોને ટેલિફોન મારફતે સૂચના અપાઈ દેવાઈ છે. અમુક ઉમેદવાર આવતીકાલે શુક્રવાર ના નામાંકન દાખલ કરી શકે છે. બાકી ના ઉમેદવારો ફોર્મ ભરવાના અંતિમ દિવસ સોમવારે પોતાનું નામાંકન દાખલ કરશે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.