કચ્છની તમામ અદાલતોમાં આજથી ફિઝીકલ સુનવણી બંધ

વર્ચ્યુઅલ મોડથી હવે થશે કામગીરી : કોરોનાના વધતા સંક્રમણના પગલે ગુજરાત હાઈકોર્ટના પરીપત્રના આધારે લેવાયો નિર્ણય

ભુજ : કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા તકેદારીના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટના પરિપત્રને ધ્યાને લઈ કચ્છ જિલ્લા અદાલત તેમજ કચ્છ જિલ્લાની તાબાની તમામ અદાલતોમાં આજથી ફિઝીકલી સુનવણી બંધ કરવામાં આવી છે. હવે વર્ચ્યુઅલ મોડથી કામગીરી હાથ ધરવામાં આવશે. આ અંગેની વિગતો મુજબ કોરોનાના વધતા સંક્રમણના પગલે ગુજરાત હાઈકોર્ટના પરીપત્રના આધારે રાજ્યના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ જિલ્લાની તમામ અદાલતો માત્ર વર્ચ્યુઅલ મોડમાં કાર્યરત રહેશે. અદાલતની કામગીરી માટે દરેક જ્યુડીશીયલ ઓફિસરોએ પોતાની અદાલત – કચેરીઓમાં ઓછામંં ઓછા કર્મચારીઓને રોટેશન અનુસાર ફરજ પર હાજર રાખવાના રહેશે. કોવિડ – ૧૯ના સંક્રમણને અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટની એસઓપીની સુચનાઓનું પણ ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.