કચ્છની ખાણલીઝનો પ્રશ્ન વેળાસર ઉકેલોઃ વાસણભાઈ આહિર

કચ્છી રાજ્યમંત્રીએ ખાણ ખનિજ વિભાગના અગ્રસચિવ કમિશ્નરને કરી રજૂઆતઃ આજે દિલ્હીમાં એનજીટી સમક્ષ રાજ્ય સરકારના અધિકારીઓની બેઠક

ગાંધીનગર : કચ્છના લીઝ ધારકોએ જૂની અને નવી લીઝોના માઈનીંગ પ્લાન અને એન્વાયરમેન્ટ કલીયરન્સ પ્રમાણપત્રો રજુ કરેલ હોવાછતાં કચેરી દ્વારા અહેવાલ આવેલ ન હોવાથી ૮૦ થી ૯૦ ટકા લીઝધારકો ઓનલાઈન એકાઉન્ટ બંધ કરવામાં આવેલ છે. જે પુનઃ શરૂ કરવા અને આ પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જિલ્લા તંત્રને સૂચના આપી છે.
કચ્છ બેન્ટોનાઈટ વેલ્ફેર એસોસીએશને તેમજ કચ્છ જિલ્લા બ્લક ટ્રેપ વેલફેર એસોસીએશને તેમના આ પ્રશ્ન અંગે રાજ્યના સામાજીક અને શૈક્ષણીક રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સમક્ષ રજુઆત કરતા રાજ્યમંત્રી વાસણભાઈએ આ મામલે ખાણ ખનીજ વિભાગના અગ્રસચિવ અને ખાણ ખનીજ કમિશ્નર સાથે ચર્ચા કરીને આ પ્રશ્નનો ઉકેલ લાવવા અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આજે દિલ્હી ખાતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ રાજ્ય સરકારના અધીકારીઓ સાથે આ મામલે મહત્વની બેઠક મળનારી છે.
એસોસીએશનની રજૂઆત પગલે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે સરકારમાં રજુઆત કરી આ પ્રશ્નનો તાકીદે નિકાલ કરવા માટે જણાવ્યું હતું આ ઉપ્રાંત કચ્છ ડીસ્ટ્રીક કમીટીને પણ પડતર અરજીઓને તબક્કાવાર ઝડપથી નિકાલ કરવા માટે પણ જિલ્લા તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે.