કચ્છની કોવિદ ડેજીગ્નેેટેડ ખાનગી હોસ્પિટલવાળાઓએ શ્રી ગુપ્તા સમક્ષ ઠાલવી વ્યથા

  • રેમડીસિવીર – ઓક્સિજન પુરા પાડો, નહિં તો દર્દીઓની સ્થિતી ખુબજ કથળશે

રમેડીસિવર તથા ઓકિસજનની અછત નિવારો : નહી તો જુના દર્દીઓની સ્થિતી કથળશે અને નવા દર્દીઓ દાખલ નહી કરી શકવાની ઉચ્ચારી ચીમકી : શ્રી ગુપ્તાએ વેળાસર જ ઘટતું કરવાની આપી ખાત્રી

ગાંધીધામ : કોરોનાની મહામારી કચ્છમાં પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. દરમ્યાન જ સરકાર પણ લોકોને સારવાર મળી રહે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે હવે કોવિદ ડેજીગ્નેટેડ કચ્છની મોટી હોસ્પિટલમાં પણ ઈન્જેકશનો તથા ઓકિસજનની અછતને લઈને બૂમરાડ ઉઠવા મચી રહી હોવાનો વર્તારો સામે આવ્યો છે.આજ રોજ આ બાબતે કચ્છના સાંસદના નેતૃત્વમાં કચ્છની મોટી કોવિદ ડેજીગ્નેટેડ હોસ્પિટલના સંચાલકો દ્વારા પ્રભારી સચિવ શ્રી ગુપ્તાની સાથે બેઠક યોજી હતી જેમાં સૌ સંચાલકેા દ્વારા વ્યથા ઠાલવતા કહેવાયુ હતુ કે, રેમડેસીવર ઈન્જેકશનો નથી મળતા, આજે પણ જથ્થો પુરો નથી પાડવામા આવ્યો, ઉપરાંત ઓકિસજનની પણ કિલ્લત છે,સરકારે આ તમામ વ્યવસ્થાઓ કરી આપવાની ખાત્રી અને બાંહેધરીઓ આપી હતી જે હાલમાં પુર્ણ થતી નથી ત્યારે જુના દર્દીઓની સ્થિતી આ સુવિધાઓના અભાવે કથળશે તો જવાબદારી કોની રહેશે? નવા દર્દીઓને પણ દાખલ નહી કરી શકવાની અસમર્થતા પણ આ સંચાલકેા દ્વારા દર્શાવવામા આવી હતી. જો કે, બીજીતરફ શ્રી ગુપ્તા દ્વારા આજ સાંજ સુધીમાં તમામ વ્યવસ્થાઓ સમતોલ રીતે થાય તેમ ઘટતુ કરાવવાની ખાત્રી આપી હતી.