કચ્છના ૧૮ થી ૪પ વયના યુવાવર્ગને નમ્ર અપીલ : લોહીની અછત ન સર્જાય તે માટે કરો બ્લડ ડોનેશન

image description

૧ મે ર૦ર૧થી રાજયમાં ૧૮થી૪પ વર્ષના વયજુથના વર્ગને માટે વેક્સિનેશનનો મહાપ્રોજેકટ શરૂ થશે : વેકસીન લીધા બાદ ૬૦ દિવસ સુધી બ્લડ ડોનેટ નહીં કરી શકાય : તો આગામી બેથી ત્રણ માસમાં સર્જાઈ શકે છે લોહીની તીવ્ર અછત : એડવાન્સ પ્લાન ઘડીએ અને બ્લડ શોર્ટેજને ટાળીએ : સેવાભાવી સમાજો પણ માનવતાભરી સેવા કરવાની તક ચૂકે નહી

ગાંધીધામ : કોરોનાની મહામારીની સામે સાવચેતી જ સલામતી બની રહી છે. તમામ મારેચે સરકાર પ્રયત્નશીલ છે ત્યારે લોકો પણ આગોતરી જાગૃતી સાથે સ્વયં ભુ શિસ્તમાં રહે તે એટલુ જ જરૂરી બની રહ્યુ છે.કોરોનાને ડામવાને માટે કેન્દ્ર સરકાર પણ વેકિસનેશન પર ભાર આપી રહી છે અને આગામી ૧ મેથી ૧૮ વર્ષથી ૪પ વય જુથના તમામ લોકોને માટે પણ વેકસીન સુલભ બનાવવાની જાહેરાત કરી ચૂકી છે.તમામને વેકસીનેશન આપવાને માટે વડાપ્રધાન વેકસીન ઉત્પાદકોથી વાતચીત કરી ચૂકયા છે અને તેનુ માળખું ઘડાઈ રહ્યુ છે પરંતુ આજે આપણે એક અપીલ કચ્છના ૧૮થી૪પ વર્ષની વયજુથના યુવાવર્ગને કરવાની છે. મિત્રો, આગામી મે માસમાં વેકસીનેશનો ઝુંબેશરૂપ કાર્યક્રમ શરૂ થવા પામી રહ્યો છે. ત્યારે કચ્છના તમામ લાયકાતા ધરાવતા યુવાનોએ સરકારના પ્રાટોકોલ અનુસાર અુચક રસી લેવાની જ છે. સૌ કેાઈ વિના સંકોચે રસી બાબતે ભ્રમણામાં આવ્યા વિના આગળ આવે. તબીબી સલાહ અને સરકારની ગાઈડઅનુસાર સો રસી લે તો જ કોરોનાને સંપૂણ નાથી શકાય તેમ છે. પરંતુ અહી મહત્વની વિશેષ અપીલ આ યુવાવર્ગને એ કરવાની છે કે, રસી લેવામા આવે તે પહેલા યુવાનો બને તો બ્લડ ડોનેશન અચુક કરે. કારણ કે, વેકસીન લીધા બાદ ૬૦ દિવસ સુધી બ્લડ ડોનેશન કરી શકાતુ નથી. એકતરફ મે માસમાં મોટા પ્રમાણમાં વેકસીનેશન હાથ ધરવમા આવશ ેઅને બીજીતરફ આ જ વર્ગ જો ૬૦ દીવસ સુધી બ્લડ ડોનેશન ન કરી શકે તો આગામી બેથી ત્રણ માસમાં કયાંક ને કયાંક લોહીની અછતની વિકરાળ સમસ્યા પણ ઉભી થવા પામી શકે તેમ છે. માસ વેકસીનેશન થવા પામી રહ્યુ છે એટલે કયાંક ને કયાંક તે લીધા બાદ નિયમિત બ્લડ ડોનેશન કરનારા વિશાળ યુવા વર્ગ પર આપોઆપ જ ત્રણ માસ સુધી બ્લ્ડ ડોશેનને લઈને બ્રેક લાગી જવા પામી જશે જેનાથી અછત સર્જાઈ શકે તેમ માનવુ વધારે પડતુ નહી ગણય.
આ માટે સૌ કોઈએ આગોતરુ જ આયોજન ઘડવુ જોઈએ. આગામી બેથી ચાર માસમા લોહીની અછત ટાળવાને માટે એડવાન્સ પ્લાન ઘડાય તે સમયની માંગ બની રહી છે.