કચ્છના ૧૭પ પોલીસ કર્મીઓ અમરેલી ખાતે વડાપ્રધાનના બંદોબસ્ત માટે તૈનાત

અમરેલીમાં તૈયાર થયેલા નવા માર્કેટયાડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લુ મુકાશે

ભુજ : અમરેલી જિલ્લામાં નવા બનેલા માર્કેટ યાર્ડને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્દઘાટન કરવા પધારનાર હોઈ તેમના પ્રવાસ દરમિયાન કોઈ અનિશ્ચિનિય ઘટના ન ઘટે તે માટે સરહદી કચ્છ જિલ્લામાંથી પોણા બસો પોલીસ કર્મીઓને અમરેલી ખાતે બંદોબસ્તમાં મોકલી અપાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ આગામી તારીખ ૧૭-૯-૧૭ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી ખાતે નવા બનેલા માર્કેટયાડનું ઉદ્દઘાટન કરવા પધારનાર હોઈ સરહદી કચ્છ જિલ્લામાંથી પૂર્વ કચ્છના ર નાયબ પોલીસ અધિક્ષક, ૧ મહિલા પીએસઆઈ, ર૦ મહિલા પોલીસ કર્મી તથા પ૦ પોલીસ કર્મીઓ સહિત ૭૩ કર્મચારીઓ તેમજ પશ્ચિમ કચ્છમાંથી ૧૦ પીએસઆઈ, ર મહિલા પીએસઆઈ, ર૦ મહિલા પોલીસ તથા ૭ર પોલીસ કર્મચારીઓ સહિત ૧૭૭ સુરક્ષા કર્મીઓને અમરેલી ખાતે બંદોબસ્ત માટે મોકલી દેવામાં આવેલ છે.