કચ્છના સિનેમાઘરમાં સુપ્રીમના આદેશની ઐસી તૈસી?

ટોકીઝ માલીકો ગ્રાહકોની નહીં કરી શકે છેતરપીંડી : પાણી-નાસ્તાસહિતની ચીજવસ્તુઓ સીનેમાઘરોના અંદરના જ સ્ટોર્સમાથી લેવાની ફરજ પાડી ન શકાય : બહારના કરતા સિનેમાઘરોમાં મળતી મોંઘીદાટ ચીજવસ્તુઓ મામલે ભાવો સામાન્ય રાખવાના અપાયા છે આદેશ

 

ગાંધીધામઃ મલ્ટીપ્લેકસ અને નીતનવા આકર્ષણોના નામે ફિલ્મ રસીકો-થિયેટર રસીકોના ગજવા પર જાણે બેફામ આડેધડ લુંટ જ ચલાવવામ આવી રહી છે. કયાંક પાર્કીંગની વ્યવસ્થાઓ હોય કે ન હોય તેના ચાર્ઝ વસુલાય છે તો વળી કયાંક અન્ય કોઈ ગતકડાઓના મુચરકાઓ આપી અને બે કલાકની મુવીનું મનોરંજન આજે એક વ્યકિત દીઠ પાંચ-સાતસોની નોટે તો પડી જ જતુ હોય છે ત્યારે હવે કચ્છ સહિતના આવા મલ્ટીપ્લેકસ અથવા તો સિનેમાઘરોના સંચાલકોને માટે ફટકારૂપ અને ગ્રાહકો માટે રાહતરૂપ કહી શકાય તેવો એક આદેશ તાજેતરમાં જ આપવામા આવ્ય હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. વડી અદાલતની એક બેન્ચે તાજેતરમાં જ એમ કહ્યું છે કે થિયેટરો કે મલ્ટીપ્લેકસમાં ખાદ્ય વસ્તુ ભાવ પ્રતિબંધ હોવો જોઈએ અને થીયેટરની અંદર વેચાણ ન થવું જોઈએ અથવા વેચાણ થતું હોય તો દર્શકોને બહારથી ખાવાની કે પાણીની પરમીશન અપાવી જ જોઈએ.
જસ્ટીસ જજ શાન્તનું કેમકર અને જસ્ટીસ ચાર્ટડ માર્કડ કાર્તિક ખંડ પીઠે ચુકાદો આપ્યો કે ઉંચા ભાવે વેચાતા ખાદ્ય ચિજોનું અથવા પાણીનું દર્શકોને અંદરથી લેવાની ફરજ ન પાડી શકાય. આમ બાળકો અને સિનિયર સીટિજન બહાર જાય મુશ્કેલી પડે છે જે સિને થિયેટરના લાયસન્સના મુળભુત અધિકારીનું ઉલ્લંઘન સિનેમાલીક કરે છે. આમ રેગ્યુલર ભાવેજ આજ ચીજો જ અંદર મળવી જોઈએ અને કોઈ છેતર તો લાયસન્સ માનવ અધિકાર જેવા ગુનાના પાત્ર હેઠળ રદ કરવા સહિતના દીશાનિર્દેશો પણ આપેલા છે. હવે અહી જોવાની વાત એ છે કે, આવા કડકાઈભર્યા ચુકાદાની અસર કચ્છમાં કેટકેટલી, કયારે અને કેવીક થવા પામે છે તે જોવુ રહ્યુ..!