કચ્છના સર્વાંગી વિકાસ માટે મોદી-રૂપાણી સરકાર કટ્ટીબધ્ધ

  • ડે.સીએમ શ્રી પટેલે સાઈટની લીધી મુલાકાત

ભુજ : ગુજરાત હાઉસીંગ બોર્ડના નવનિર્મિત એલ.આઈ.જી.-૧ કેટેગરીના લોકાર્પણ પ્રસંગે ભુજ આવેલ રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આજે સવારે હાઉસીંગ બોર્ડની સાઈટની મુલાકાતે પહોંચ્યા હતા. જયાં તેમણે તકતીનું અનાવરણ કરી સેમ્પલ હાઉસની મુલાકાત લીધી હતી. આ વેળાએ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કચ્છ એ ગુજરાતનો સાહસીક અને અગત્યનો જીલ્લો છે. પાછલા ર૦ વર્ષમાં આ સરહદી જીલ્લાનો અભુતપુર્વ વિકાસ થયો છે. ભુકંપ બાદ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈની કચ્છને બેઠુ કરવા માટેની જાહેર કરાયેલ વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓ અને ત્યારબાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટીના કારણે કચ્છનો સર્વાંગિ વિકાસ થયો છે. જેના લીધે ભુતકાળના કચ્છ અને વર્તમાનના કચ્છમાં જમીન આસમાનનો ફરક જાવા મળી રહ્યો છે. તો કચ્છના વિકાસ માટે ભાજપના ધારાસભ્યો તેમજ સાંસદ પણ સતત જાગૃત રહેતા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું કે આઝાદીના લડવૈયા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને સાચી શ્રધ્ધાંજલિ અર્પવા માટે ભુજ ખાતેની હાઉસીંગ બોર્ડ યોજનાને તેમનું નામ અર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજયના ઉપમુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલ આજ રોજ ભુજ ખાતે પધાર્યા છે. તેઓએ આજ રોજ ભુજના કૈલાશનગર ખાતે શ્યામજી કૃષ્ણવર્મા હાઈટસ ખાતે બનેલા ગુ.હાઉસીંગ બોર્ડના મકાનોની તકતીનું અનવારણ કર્યુ હતુ અને સાઈટ મુલાકાત લીધી હતી. અહી તેઓએ સેમ્પલ હાઉસથી પણ રૂબરૂ થયા હતા.
આ વેળાએ રાજયા ઉપમુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલની સાથે કચ્છના સ્થાનિક આગેવાનોમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, સંસદીય સચીવ વાસણભાઈ આહીર, ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, પંકજભાઈ મહેતા, ડો.નીમાબેન આચાર્ય, ભુજના પ્રમુખ અશોકભાઈ હાથી, કેશુભાઈ પટેલ, અનિરૂદ્ધ દવે, સહિતનાઆગેવાનો સાથે રહ્યા હતા.