કચ્છના રાજાબાવા પ્રાગમલજી ત્રીજાના નિધન બદલ દુઃખની લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી

કુવરપદ સંભાળતા શ્રી ઈન્દ્રજીતસિંહ જાડેજા  સાથે ટેલિફોનીક વાત કરીને મુખ્યમંત્રીશ્રીએ સાંત્વના પાઠવી

કચ્છના હિતની સદૈવ ચિંતા કરતાં મહારાવ રાજાબાવા પ્રાગમલજી ત્રીજાનું આજે 85 વર્ષની વયે દુઃખદ અવસાન બદલ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કુવરપદ સંભાળતા શ્રી ઈન્દ્રજીતસિંહ જાડેજા  સાથે ટેલિફોનીક વાત કરીને મુખ્યમંત્રીશ્રીએ દુઃખદ ઘડીમાં તેમના પરિવારને સાંત્વના પાઠવી  હતી. મુખ્યમંત્રીશ્રીએ સદગતના દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.