કચ્છના મધદરિયે કોરોનાથી જહાજના ચીફ કુકનું મોત

કંડલા : કચ્છમાં બે મોટા પોર્ટ આવેલા છે. ત્યાં જહાજોનું આવન-જાવન રહેતું હોય છે. હાલ કોરોના કાળના કારણે દરેક પોર્ટ સાવચેતી રાખતો હોય છે. કચ્છના મધદરીયે ઈન્ડોનેસિયાનો જહાજના ચીફ કુકનું કોરોના કારણે રપ દિવસ અગાઉ મોત નિપજ્યું હતું.કચ્છના દરિયામાં ઇન્ડોનેશનીયાની શીપ પસાર થતી હતી ત્યારે તેના ચીફ કુકનું કોરોનાથી મોત
નિપજયું હોવાનું પોરબંદરના મરીન પોલીસ મથકમાં જાહેર થયું છે. ભારત દેશમાં હાલ સૌથી વધુ કેરેલાની અંદર કોરોના કેસ દેખાઈ રહ્યા છે. મુળ કેરેલા તથા હાલ બેડીબંદર જામનગર ખાતે રહેતા સેબેસ્ટેન્ડ ફાન્સીસ મેલાપુરથ નામના પ૧ વર્ષીય આધેડે પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યુ છે. ઇન્ડોનેશીયાની ગુલાંગગોંગ નામની શીપ ગુજરાતના જામનગર જીલ્લાના સિકકા ખાતે આવવા રવાના થઇ હતી અને તે દરમિયાન કચ્છના દરિયામાંથી શીપ પસાર થતી હતી ત્યારે તા. ૧૦/૮ ના આ શીપમાં જ તેના ચીફ કુક અહેમદરી અલીને કોરોના થઇ જતાં મોત નિપજયું હતું. ગાંધીધામ હેલ્થના ડોકટરે મૃત્યુનું સર્ટીફીકેટ આપ્યું હતું અને જામનગર ખાતે આ શીપ આવતા મૃત્યુ પામનારનો
આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો એ પણ પોઝીટીવ આવતા કોરોનાથી અહેમદરી અલીનું મોત નિપજયાનું જાહેર થયું છે. ઇન્ડોનેશીયાની શીપ ગુલાંગગોંગ ઇન્ડોનેશીયાની પેટ્રેમેનીના કંપનીની હોવાનું જાણવા મળ્યું છે.