કચ્છના પ્રવેશદ્વારે શંકરસિંહનું ભવ્ય સ્વાગત કરાયું

જનવિકલ્પ મોરચાની રચના બાદ પ્રથમ વખત જ કચ્છ પધારેલા શંકરસિહ વાઘેલાને સામખીયાળીમાં વિવિધ આગેવાનો-સમર્થકો દ્વારા અપાયો ઉમળકાભેર આવકાર : ગાંધી સાત્વીક જૈન ભોજનાલયમાં બાપુએ લીધું બપોરનું ભોજન

 

ગાંધીધામ : ગુજરાતના દિગ્ગજ નેતા અને રાજયની વિધાનસભાના વિપક્ષી નેતા પદ રહીને કોંગ્રેસને બાય બાય કહી અને રાજયમાં ગુજરાત જનવિકલ્પ મોરચાની સ્થાપના કરનારા શંકરસીંહ વાઘેલા ગત રોજ કચ્છના એક દિવસીય પ્રવાસે આવેલા છે ત્યારે તેઓએનું ગત રોજ બપોરના ર વાગ્યાના અરસામાં કચ્છના પ્રવેશદ્વાર સામખીયાળી ખાતે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતું.
ભચાઉ, રાપર અન વાગડ સહિતના પટ્ટામાથી મોટી સંખ્યામાં બાપુના સમર્થકો અને અગ્રણીઓ તેઓને આવકારવા માટે આ વેળાએ ઉપસ્થીત રહ્યા હતા. બપોરે ર કલાકે સામખીયાળી આવી પહાંચ્લા શંકરસિંહે અહીના ગાંધી સાત્વીક જૈન ભોજનાલયમાં બપોરનું ભોજન લીધુ હતુ જયાં ભોજનાલયના ડાયરેકટર રાજુભાઈ કુબડીયાઅ બાપુને પારંપરીક રીતે આવકાર્યા હતા.  ત્યાર બાદ શંકરસિંહ વાઘેલાનું વીશિષ્ટ બહુમાન પ્રભુલાલ ઠકકર, બલભદ્રસિંહ જાડેજા, ઈન્દુરભાઈ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, રાજેશભાઈ મણકા, અરવિંદસિહ રાઠોડ, ગેલાભાઈ ભરવડા, કનુભાઈ જાશી સહિતનાઓએ વીશિષ્ટ ઉપસ્થિત રહી અને સ્વાગત-અભિવાદન કર્યુ હતુ.  આ તબક્કે પ્રભુલાલ ઠકકર, લલીયાણાના ક્ષત્રીય આગેવાન મહેન્દ્રસિંહ જાડેજા સહિતનઓ પણ બાપુને પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી અને બહુમાન કર્યુ હતુ. સામખીયાળીના જ બાબુભાઈએ શંકરસીંહને આવનારી ચૂંટણીમાં વિજયી થશો તો કચ્છ-ગુજરાતની જનતાને શું આપશો તેવો સવાલ કરતા બાપુએ રાજપની સરકાર વખતે ગુજરાતને આપેલા સેવાકાર્યોની છણાવટ કરી હતી અને સાંપ્રત સમયમાં કચ્છ-ગુજરાતની જરૂરીયાતોને વર્ણવી અને તેને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જૈન ભોજનાલય બાદ શંકરસિંહ વાઘેલા ગંગોત્રી હોટેલની શુભેચ્છા મુલાકાતે ગયા હતા અને ત્યા રાજેશભાઈ મણકા સહિતનાઓએ બાપુને આવકાર-અભીવાદન કર્યુ હતુ.