કચ્છના પ્રથમ ત્રિપલ તલ્લાકના કેસમાં ધરપકડ ૫૨ રોક લગાવતી ગુજરાત હાઈકોર્ટ

ભુજ : કચ્છના પ્રથમ ત્રિપલ તલ્લાકના કેસમાં ધરપકડ ૫૨ ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી હતી. આ કેસની ટુંકી વિગત એવી છે કે તા.૧૧-૮-૨૦૨૧ના રોજ ભુજના સગુફતા અબ્દુલકાદર હાજી અબ્દુલ્લા મેમણ દ્વારા તેના પતિએ ૩૦-૩૦ દિવસની મુદ્દતે નોટીસ મારફતે ર તટસ્થ સાક્ષીઓની હાજરીમાં અનુક્રમ તા.૧/૪/૨૦ર૧, તા.૧/૫/ર૦૨૧, તા.૧/૨/૨૦૨૧ તલ્લાક આપેલ, જેનો ફરીયાદી તથા ભુજના મહિલા પોલીસ સ્ટેશન દ્વારા નવા કાયદાનો ખોટો અર્થઘટન કરી ત્રિપલ તલ્લાકનો ગુનો નોંધેલ હતો, પરંતુ તબક્કાવારની તલ્લાકોમાં આ કાયદો લાગુ પડતો ન હોવા છતાં ફરિયાદ દાખલ કરેલ જે ફરીયાદના વિરૂધ્ધમાં અરજદાર- આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટે અરજી દાખલ કરી હતી, જે અનુસંધાને ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ વી.એમ. પંચોલી દ્વારા કેસની હકીકતને જાેઈને આરોપીની ધરપકડ સામે રોક લગાવેલ અને વધુ સુનાવણી માટે પોલીસને તથા આ કામના ફરીયાદીને નોટીસ આપવાનો હુકમ કર્યો હતો તથા ગુજરાત હાઈકોર્ટમાં તા.૩૦/૯/૨૦૨૧ના રોજ હાજર થવાનો હુકમ કર્યો છે અને આરોપીની ધરપકડ પર સ્ટે આપ્યો છે.  આ કેસમાં અરજદાર – આરોપીના અમદાવાદ ખાતેે સોલીસીટર એડવોકેટ આફ્તાબ હુશેન એ. અન્સારી, ભુજના એ.આઈ. કુરેશી તથા આશીફઅલી એ. અન્સારીએ હાજર રહી દલીલો કરી હતી.