કચ્છના પીએચસી- સીએચસીમાં દાંતના ડોકટરોની નિમણુક કરો : તારાચંદભાઈ છેડા

ભુજ : કચ્છના પીએચસી તથા સીએચસીમાં દાંતના ડોકટરોની નિમણુક કરવા માટે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા દ્વારા પત્ર પાઠવી માંગ કરાઈ છે.
શ્રી છેડાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં અનેક પીએચસી તથા સીએચસી દવાખાના મધ્યે દાંતની સારવાર માટેના સાધનો તથા તેની સારવાર માટેની ચેર વગેરે સરકાર દ્વારા મોકલવામાં આવી છે. આ સાધનો ગ્રામીણ વિસ્તારમાં ખુબ ઉપયોગી થશે પરંતુ દાંતના ડોકટરોની નિમણુક કરવી પણ જરૂરી છે. જિલ્લામાં દાંતના અનેક ડોકટરો ડીગ્રી મેળવીને આવ્યા છે. તેમની પાર્ટ ટાઈમ તથા ફુલ ટાઈમ નિમણુક કરવામાં આવે જેથી દાંતની સારવારના સાધનો પણ ઉપયોગી પણ બને અને સેવા પણ શરૂ થાય તેમજ ગ્રામીણ વિસ્તારના દાંતના દર્દીઓને પણ લાભ મળી શકેશે.