કચ્છના તમામ જન સેવા અને ઈ-ધરા કેન્દ્ર રાબેતા મુજબ શરૂ

ભુજ : કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણ ની પરિસ્થિતિ માં  સુધારો થતો હોઈ તેમજ  દૈનિક કોરોના કોવિડ-19 ના કેસો માં થઈ રહેલા ઘટાડાને અનુલક્ષીને કચ્છ જિલ્લામાં તમામ મામલતદાર કચેરીઓમાં આવેલા જનસેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્રની અરજદારશ્રીઓની લગતી કામગીરી 31 -5 -2021 થી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યાં છે એમ કલેકટરશ્રી પ્રવિણા ડી .કે ની અખબારી યાદીમાં જણાવાયું છે.