કચ્છના જાણીતા બે ધારાશાસ્ત્રીની ગૌવંશ-ગૌમાંસને લગતા કેસો માટે સ્પે.પી.પી. તરીકે નિમણૂંક

0
image description

ભુજ : કચ્છના જાણીતા બે ધારાશાસ્ત્રીની ગૌવંશ-ગૌમાંસને લગતા કેસો માટે સ્પે.પી.પી. તરીકે સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એકટ ૧૯પ૮ હેઠળના ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એકટ રૂલ્સ ર૦૧૭ હેઠળ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યના દરેક જિલ્લામાં ગૌવંશ અને ગૌમાંસનો લગતા અદાલતી કેસો માટે ખાસ સરકારી વકીલની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં કચ્છમાંથી બે ધારાશાસ્ત્રીને નિમણૂંક અપાઈ. પૂર્વ કચ્છના એડવોકેટ રાજકુમાર લાલચંદાણી, પશ્ચિમ કચ્છમાં એડવોકેટ ઘનશ્યામ ગોરની સરકાર દ્વારા સ્પે.પી.પી. તરીકે નિયુક્ત કરાઈ છે.