કચ્છના છેવાડા સુધી એક લાખ મિલિયન એકર પાણી ફાળવવાનો ઐતિહાસીક જાહેરાત બદલ કચ્છ જિલ્લાના પ્રતિનિધિ આભાર વ્યક્ત કર્યો

માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના હિતમાં નર્મદાના નીરને કચ્છના છેવાડા સુધી પહોંચાડવા માટે વધારાનું એક લાખ મિલિયન એકર પાણી ફાળવવાનો ઐતિહાસીક અને કચ્છની કાયાપલટ કરતી જાહેરાત કરી છે.
વર્ષોથી કચ્છના લોકોની લાગણીને ધ્યાનમાં લઇ, આ યોજના માટે રૂા.૩૭૪૫ કરોડ ફાળવવાના રાજ્ય સરકારના નિર્ણય બદલ આભારની લાગણી વ્યક્ત કરવા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ તરીકે શ્રી વાસણભાઇ આહીર,રાજ્યકક્ષાના મંત્રી, શ્રીમતી નિમાબેન આચાર્ય,ધારાસભ્યશ્રી-ભુજ, શ્રીમતી માલતીબેનમહેશ્વરી,ધારાસભ્યશ્રી-ગાંધીધામ, કચ્છ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝનામેનેજીંગડિરેક્ટરશ્રીનિમેશફડકે, શ્રી રમેશમનસુખાની તથા નિખિલભાઇએમાન.મુખ્યમંત્રીશ્રીનીઆજરોજ રૂબરૂ મુલાકાત લીધેલ. કચ્છ જિલ્લાના પ્રતિનિધિઓ તરીકે સમગ્ર જિલ્લાના ખેડૂતો,મજૂરો,પશુપાલકોવતીથીમાન.મુખ્યમંત્રીશ્રીને મળી કચ્છની વર્ષો જુની માંગ સંતોષવા બદલ માન.મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરી આ યોજનાની કામગીરી સત્વરે શરૂ કરાવવા માન.મુખ્યમંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો.