કચ્છના ખેલાડીઓને કેન્યામાંથી રમવાથી મળશે વીશાળ એકપોઝર

કેન્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવા ભારતની વિવિધ ટીમોની પસંદગી અર્થે ગાંધીધામ આવેલા મોમ્બાસા ક્રિકેટ એસોસિયેશનના વરિષ્ઠ દસ્ય અને પાંચ વિશ્વકપ રમી ચૂકેલા ખેલાડી થોમસ ઓડોયોએ વ્યક્ત કર્યો ઉદગાર

 

ગાંધીધામઃ ભારત-ગુજરાતમાં ક્રીકેટ જગતમાં અનેરી સંવભાનાઓ રહેલી છે. ભારતના ખેલાડીઓ ક્રીકેટ રમવા કેન્યા આવશે તેનાથી તેઓને વિશાળ એકસપોઝર મળવા પામશે તેવુ તાજેતરમાં જ ગાંધીધામ ડીપીએસ ખાતે મોમ્બાસા ક્રિકેટ એસોસિયેશનના વરિષ્ઠ સદસ્ય અને પાંચ વિશ્વકપ રમી ચૂકેલા ખેલાડી થોમસ ઓડોયોએ વ્યક્ત કરી હતી. અહીંના કચ્છ ડિસ્ટ્રીકટ (રૂરલ) ક્રિકેટ એસોસિયેશન સાથે બેઠક યોજ્યા બાદ પત્રકારોને રૂબરૂ થતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં ક્રિકેટનું માળખું ખૂબ વિકસ્યું છે, તમામ સ્તરે કોચ મળી રહે છે.
ભારત અત્યારે ક્રિકેટમાં વિશ્વસ્તરે નેતૃત્વની ભૂમિકામાં છે. ખાસ તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નાં આયોજને વિશ્વના ઊગતા ક્રિકેટરોને વિકાસનું ફલક આપ્યું છે, તેવી લાગણી કેન્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવા ભારતની વિવિધ ટીમોની પસંદગી અર્થે અહીં આવેલા થોમસ ઓડોયોએ વ્યક્ત કરી હતી. અહીંના કચ્છ ડિસ્ટ્રીકટ (રૂરલ) ક્રિકેટ એસોસિયેશન સાથે બેઠક યોજ્યા બાદ
પત્રકારોને રૂબરૂ થયા હતા. તેમણે તથા મોમ્બાસા ક્રિકેટ એસો.ના ડાયરેકટર મનોજભાઇ પટેલે અહીં આવવાનો હેતુ સમજાવતાં કહ્યું હતું કે ડિસેમ્બરમાં ૧૩થી ૧૯ તારીખ સુધી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ યોજાશે. જેમાં કુલ્લે ૫૦ આમંત્રિત ટીમો ભાગ લઇ શકશે. ભારતમાં દિલ્હી, સુરત, વડોદરા, અમદાવાદ અને હવે કચ્છમાં ટીમ પસંદગી અર્થે અમે આવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં રમનાર ખેલાડી જો સારું પ્રદર્શન કરશે તો તેમને ઇનામ સ્વરૂપે કેન્યામાં રમવાનો કોન્ટ્રેકટ મળશે. આ માટે ત્યાં જવા-આવવા, રહેવાનો કુલ ખર્ચ વ્યક્તિદીઠ રૂા. ૭૫ હજાર છે. જે ખેલાડી કે સ્પોન્સરે ભોગવવાનો રહેશે.
શરૂમાં ડી.પી.એસ. ગ્રાઉન્ડ ખાતે મોમ્બાસા ક્રિકેટ એસો.ના આ સભ્યો કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસો.ના બાળ ખેલાડીઓને હોંશભેર મળ્યા હતા. બાળકોએ તેમના ઓટોગ્રાફ લેવા તથા તેમની સાથે તસવીરો ખેંચાવા પડાપડી કરી હતી. આ
પહેલાં રૂરલ એસો.ના અધ્યક્ષ ચંદ્રશેખર અયાચીએ આ સમિતિને આવકારી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય અને ખાસ તો કચ્છના ખેલાડીઓ કેન્યામાં રમશે તો તેમને એક વિશાળ એકસ્પોઝર મળશે, ઉપરાંત ત્યાંના મેદાન, સ્થિતિનો અનુભવ પણ મળશે એટલે આ મોટી તક કચ્છને મળી છે. આ મુલાકાત વેળા મોમ્બાસા ટીમના પસંદગીકારો સત્યપાલ યાદવ, ભરત પટેલ, રમણભાઇ પટેલ, કેન્યાના અન્ડર-૧૯ ટીમના કોચ જીમી કભાન્ડે વગેરે સાથે રહ્યા હતા. રૂરલ એસો.ના
ઉપાધ્યક્ષ અને રણજી ખેલાડી રવીન્દ્ર આચાર્ય, મંત્રી શરદભાઇ શેટ્ટી, રામકરણ તિવારી વગેરેએ આયોજન સંભાળ્યું હતું.’