કચ્છના કઢાઈકલા ને સ્પેશિયલ કવર ઉપર સ્થાન આપીને બીરદાવી

અંગ્રેજી શાસન વિરુદ્ધ ગાંધીજીએ ૯૧ વર્ષ પહેલાં ૧૯૩૦ માં દાંડી યાત્રા કાઢી અને નમક સત્યાગ્રહ ની શરૂઆત કરી હતી તેની અને આઝાદી ના ૭૫ વર્ષ ની ઉજવણી અમૃત મહોત્સવ પ્રસંગે ૬/૪/૨૦૨૧ ના નવસારી પાસે આવેલા દાંડી ખાતે ભારત ના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ ના અધ્યક્ષપદે કાયૅક્રમ યોજાયેલ જેમાં ગુજરાત ના મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી, સિક્કીમ ના મુખ્ય પ્રધાન શ્રી પ્રેમસી્ગ તામંગ, કેન્દ્ર સરકાર ના ટુરિઝમ અને કલ્ચર વિભાગના પ્રધાન શ્રી પ્રહલાદસીગ પટેલ, સાંસદ શ્રી સી.આર.પાટીલ, સાબરમતી આશ્રમ ના ટ્રસ્ટી શ્રી સુદશૅન આયંગર, ગુજરાત રાજ્યના હેન્ડલુમ અને હેન્ડીકા્ફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ના મેનેજીંગ ડાયરેકટર શ્રી મનિષ સીંઘ, અને સાઉથ ગુજરાત વડોદરા ના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી શૈલેન્દ્ર દ્વીવેદી હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સકૅલ ના પોસ્ટ વિભાગ દ્વારા અનુમોદિત ગુજરાત ના હેન્ડલુમ અને હેન્ડીકા્ફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગરવી ગુજૅરી દ્વારા જ્યોગ્રાફિક ઈન્ડીકેશન ટેગ ધરાવતા ગુજરાત ના હેન્ડલુમ અને હેન્ડીકા્ફટ ના વિષય ઉપર છ સ્પેશિયલ કવર નાં સેટ બહાર પાડવામાં આવેલ જેનું વિમોચન ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકેયા નાયડુ ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. તેમાં કચ્છના જી.આઈ.ટેગ ધરાવતા ભરતકામ કચ્છ ની એમ્બ્રોઈડરી ને આ કવર પર સ્થાન અપાતા કચ્છના ભરતકામ અને સંસ્કૃતિ ને બહોળી પ્રસિધ્ધિ મળી છે. કચ્છ ઉપરાંત પાટણ ના પટોડા, જામનગર ની બાંધણી, સુરેન્દ્રનગર ની ટાન્ગલિયા શાલ, રાજકોટ ના પટોડા, અને પેઠાપુર ના પિન્ટીગ બ્લોક્સ ના વિવિધ વિષયો દર્શાવતા સ્પેશિયલ કવર બહાર પાડવામાં આવેલ છે.           આ કવરો ખાસ કરીને કલા અને સંસ્કૃતિના ચાહકો અને ટિકિટ સંગ્રાહકો અને ફિલાટેલિસ્ટો માટે આકૅષણરૂપ બની રહેશે અને આ વિશિષ્ટ કલા અને કા્ફટ ના કારીગરો ને પ્રોત્સાહિત કરીને આત્મનિર્ભર બનવા માં મદદ રૂપ થશે.