કચ્છના એટીએમમાં રોકડની અછત

બેંકામાં નાણાની ઘટ્ટ સામે ભાજપના મંત્રીએ જ સરકારને લખ્યો છે પત્ર : ખેડુતો જ બેંક સામે ફરી લગાવશે લાઈનો : લાલબત્તી સાથે વેળાસર પર્યાપ્ત માત્રામાં રોકડ ઉપલબ્ધ કરાવવા કરી રજુઆત

દીલીપ સાંઘાણીએ સરકારને લખ્યો પત્ર : બેંકોમાં કેસના અભાવે ખેડુતોને ટેકાના ભાવો મેળવવામાં પડતી પારાવાર હાલાકી

ગાંધીધામ : ગુજરાત રાજયમાં બેંકોમાં રોકડની અછત જેવી સ્થિતી સર્જાઈ છે. નોટબંધી વખતે જેવી સ્થિતી હતી તેવા હાલ-બેહાલ થવા પામી રહ્યા છે અને આ બાબતે સરકાર દ્વારા આરબીઆઈ સાથે બેઠક પણ યોજવામા આવી હતી જેમાં વીવીધ મોરચે ફરીયાદો પણ આવવા પામી છે. આમા ભાજપના જ મોભી અને સહકારી ક્ષેત્રના આગેવાન દીલીપભાઈ સંઘાણીએ જ સરકાર તબક્કે કરેલી ફરીયાદ કરવામા આવી છે. નોધનીય છે કે, નાયબ મુખ્યમંત્રીની આરબીઆઈ સાથે બેઠક તાજેતરમાં આ બાબતે યોજાઈ હતી જેમાં રાજ્યના સચિવ પણ સામેલ. સહકારી મંડળીઓની પણ ફરીયાદ છે. આવી જ રીતે ચાર દિવસ પહેલા આદિપુર એટીએમમાં પૈસા એકેયમાં નહોતા. આવી સ્થિતી વિવિધ તાલુકાઓમાં થવા પામી ગઈ છે. આમ રીઝર્વબેન્કને કરન્સી અંગે ઈનફલો વધારવા કહેલ પરંતુ આજ સુધી રીઝર્વ બેંકના અધિકારીએ સંપર્ક જાળવ્યો છે પણ બેંકમાં ખેડુતોને કરન્સી મળી નથી. તેવી રાવ કરવામા આવી છે. આ બાબતે વેળાસર ઘટતુ કરવામા આવે તે ઈચ્છનયી બની જવા પામી રહ્યુ છે.