કચ્છથી મોરબી ખસેડાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

ગાંધીધામ : રાપર તાલુકાના મોટા ટીંડલવા ગામે રહેતા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો, જયાં સારવાર કારગત ન નીવડતા દમ તોડયો હતો, જેને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દર્જ થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં સારવાર અર્થે ખસેડાયેલા રાપર તાલુકાના મોટા ટીંડલવા ગામે રહેતા પરબતભાઈ ખેંગારભાઈ ઠાકોર નામના ચાલીસ વર્ષના યુવાનનું મોત નિપજયું હતું. હતભાગીએ ગત તા.૨-૫ ના રોજ તેના ગામ ઝેરી દવા પી લીધી હતી, જેથી સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર કારગત ન નીવડતા દમ તોડયો હતો.