કચ્છકાંઠે ઓમાનરૂટથી ખજુરની દાણચોરી?

image description

  • કેન્દ્ર સરકારનું એલર્ટ છતા સ્મગલર્સ ગેંગ બેફામ..!

પુલવામાં એટેક બાદ ભારતે પાકીસ્તાનથી ખજુર આયાત પર લાદી હતી ર૦૦ ટકા ડયુટી – જેના પગલે દાણચોરોએ અજમાવ્યા નવા કીમીયા : પાકીસ્તાન બેઝ હેન્ડલર્સ-ભારતમાં કડીઓ ગોઠવી દીધી હોવાની આશંકા

મુંદરા બંદર પર છ કન્ટેઈનરોની ચકાસણી ટાંકણે વહેતો મત : પ્રખ્યાત સીએફએસમાં કસ્ટમતંત્રએ પૂર્વ બાતમીના આધારે આદરી છાનબીન : પાકિસ્તાનથી ખજુરની આયાત પર ભારત સરકારે કડક-તગડી ડયુટી લગાડી હોવાથી ખજુર
સ્મગલર્સ ગેંગ વાયા ઓમાનથી ખજુર આવી હોવાના કાગળીયાઓ તૈયાર કરી આદરે છે બેખોફ દાણચોરી

ખજુરની આયાતમાં કંઈક ગડબડ તો થાય જ છે, જે ભાવમાં ભારતમાં વેંચાય છે તે જોતા ગોટાળાની ગંધ તો આવે જ છે, જે ભાવો લવાય છે તેનાથી ઓછા ભાવે વેચવુ કેવી રીતે પોષાય? તે પણ તપાસનો વિષય છે

ગાંધીધામ : કાશ્મીરમા પુલવામાં એટેકની ઘટના બાદ ભારત અને પાકીસ્તાનના સબંધ વણસ્યા હતા અને ભારતે પાકીસ્તાનની સાથે અનેકવીધ રીતે ટ્રેડ વ્યહવાર બંધ કરી દીધા હતા જેનાથી પાકીસ્તાનની આર્થીક કમર બરાબરની ભાંગી જવા પામે તેવી ધારણાઓ હતી પરંતુ પાકીસ્તાની કોમોડીટી હજુ પણ ભારતમાં એક યા બીજી રીતે મોટાપાયે ઠલવાઈ જ રહી છે અને તેનાથી ભારતના અર્થતંત્રને જ વધુ ફટકો પડી રહ્યો હોવા સમાન ચકચાર દરીયાઈ ક્ષેત્ર ધરાવતા કચ્છમાથી બહાર આવવા પામી રહી છે.આ બાબતે જાણવા મળતી માહીતી અનુસાર ભારતમાં પાકીસ્તાનથી મોટા પ્રમાણમાં ખજુરની આયાત કરવામાં આવતી હતી જેના પર પુલવામાં એટેક પહેલા ૩૦થી પ૦ ટકા ડયુટી હતી પરંતુ તે બાદ ર૦૦ ટકા ડયુટી કરી દેવામા આવી હતી. જેથી ખજુરના આયાત-નિકાસકાર કરનાર ભેજાબાજ ટોળકીએ ઓમાનરૂટ અપનાવતો હોવાનુ દેખાડી અને ભારતમાં ગેરકાયદેસર ખજુર ઘુસાડવાની સિન્ડીકેટ ઉભી કરી હતી. આવા જ કેટલાક કન્સાઈનમેન્ટ મુંદરામાં એક સીએફએસમાં કસ્ટમના હથ્થે ચડયા હોવાનુ ચર્ચાય છે.કસ્ટમવિભાગને ઓછેવત્તે અંશે અથવા તો ધંધાકીય હરીફાઈમાં ભારતમાં ઓમાનરૂટથી ગેરકાયદેસર રીતે ખજુર ઘુસાડાતી હોવાની ગંભી આવી જવા પામતા મુંદરાના એક પ્રખ્યાત સીએફએસમાં આવા ખજુરના કન્ટેઈનરો પર બાજ નજર બનાવી રાખી હતી અને તે પૈકીના છ જેટલા કન્ટેઈનરો સિજ કરી અને તેની તમામ પ્રકારની ફેરચકાસણીઓ કરવામાંં આવી રહી હોવાની વાત બહાર આવવા પામી રહી છે. જો કે, પાકીસ્તાનથી મંગાવાયેલી આ ખજુર ઓમાનરૂટથી આવેલી હોવાનુ પુરવાર કરવામાં કયા કયા પ્રકારના દસ્તાવેજોનો વપરાશ કરાયો, તેમાં કોણ કોણ સામેલ છે અથવા તો આ ખજુરનો જથ્થો મંગાવનારા કોણ હતા, તેમાં લોકલ કડીરૂપ ભૂમિકા કચ્છમાથી ગાંધીધામ-મુંદરા કે અન્યત્રથી કોણે ભજવી છે, આ ખજુરનો જથ્થો કયા જઈ રહ્યો હતો? તે સહિતના સવાલો હજુ પણ જવાબો ઈચ્છી રહ્યા છે અને તેની કોઈ જ સત્તાવાર માહીતી બહાર આવી નથી. આ તમામ સવાલોના જવાબો એજન્સી શોધી શકે, તે દીશામાં કડકાઈથી તપાસ હાથ ધરે તો જ આ પ્રકારના દાણચોરી કરનારાઓ પર અંકુશ આવી શકે તેમ છે. બીજીતરફ અહી સવાલ તો એ પણ થવા પામી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારના ગંભીર એલર્ટ આપ્યા હોવા છતા પણ ખજુરના કન્સાઈનમેન્ટ સીએફએસ સુધી પહોચી આવે અને તે બાદ કસ્ટમવિભાગ છાનબીન હાથ ધરે તે પણ કેટલા અંશે યોગ્ય છે? કસ્ટમનુ સ્ક્રીનીંગ કારગત નથી કે શુ? અહી સવાલ એ પણ થાય છે કે, મુંબઈમાં આ પ્રકારના મોડેસઓપરેન્ડીનો ખુલાસો થવા પામી ગયો હતો અને તે બાદ ચેન્નઈ એન ગુજરાત પોર્ટને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા તેમ છતા છ જેટલા કન્ટેઈનરો સીએફએસ સુધી સરકી ગયા તો અન્ય કેટલા કન્ટેઈનરો સેફોસેફ બહાર પણ નહી નીકળી ગયા હોય તેની શુ ખાત્રી?