કકરવામાં બે યુવાનો પર પાઈપ વડે હુમલો

ભચાઉ : તાલુકાના કકરવા ગામે વાડી વિસ્તારમાં રહેતા બે યુવાનો પર ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.
પોેલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કકરવા ગામે વાડી વિસ્તારમાં રહેતા સામજી કાંંયા કોલી (ઉ.વ.૪૦) (રહે. કકરવા) તથા માવજી પરબત કોલી (ઉ.વ.૩પ) (રહે. મનફરા, તા. ભચાઉ) ગત તા.૧-૬-૧૮ના રાત્રિના આઠ વાગ્યે વાડી પર હતા ત્યારે ભલા મોહન કોલી, મેસા મોહન કોલી, મોહન રવા કોલી, દામા મોહન કોલી (રહે. ચારેય કકરવા વાડી વિસ્તાર, તા. ભચાઉ)એ લોખંડના પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે જમાબેન ભલા મોહન કોલીએ ભચાઉ સરકારી દવાખાને દાખલ કર્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાતા સામખિયાળી પોલીસે માર મારવા પાછળના કારણો જાણવા ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.